વેરાવળમાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે કાલિદાસ સપ્તાહનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

0
38

ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી દ્વારા મેઘદૂત નું નૃત્યના રૂપમાં પ્રસ્તુત કરવામાં આવ્યું

વેરાવળ માં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે તારીખ ૩૦/૦૬/૨૦૨૨ ના રોજ સાંજે ૦૫ વાગ્યે કાલિદાસ સપ્તાહનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે પ્રભારી કુલપતિ ડો. લલિત કુમાર પટેલ, મુખ્ય અતિથિ તરીકે નિકુંજ મહારાજ, વિશિષ્ટ ઉપસ્થિતિમાં ડો. હેડગેવાર સ્મૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ વેરાવળના અધ્યક્ષ ઝવેરીભાઈ ઠકરાર, ગીર સોમનાથ જિલ્લાના ભાજપ અધ્યક્ષ માનસિંહભાઈ, વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પીયૂષભાઈ ફોફંડી, ભારત વિકાસ પરિષદ સોમનાથ શાખા પ્રમુખ ધર્મેશભાઈ રાજપરા, કુલસચિવ ડો. દશરથ જાદવ,યુનિવર્સિટી એકેડેમીક કાઉન્સિલના સભ્યો, સંચાલિત કોલેજ પ્રિન્સિપાલ ડો. નરેન્દ્ર કુમાર પંડ્યા, અધ્યાપકો અને કર્મચારીઓ તેમજ છાત્રો ઉપસ્થિત રહ્યા હતા.


કાર્યક્રમના આરંભે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું તથા વિદ્યાર્થીઓ દ્વારા મંગલાચરણ કરવામાં આવ્યું. ત્યારબાદ પ્રિ. ડો. નરેન્દ્ર કુમાર પંડ્યા દ્વારા મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. આ અવસરે કાલિદાસ સપ્તાહમાં યોજાનાર કાર્યક્રમોની ભૂમિકા ડો. જીગર ભટ્ટ દ્વારા કરવામાં આવી. કાલિદાસ સપ્તાહની સાથે અંગ્રેજી ભાષાશિક્ષણ વર્ગનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેની માહિતી ડો. ભગવતીબેન ડાભીએ આપી હતી. ત્યારબાદ નિકુંજ મહારાજ શ્રીએ આશીર્વચન પાઠવ્યા હતાં. અધ્યક્ષ તરીકે ડો. લલિત કુમાર પટેલે કાલિદાસ અને તેમના સાહિત્યની પ્રશંસા કરતા આ કાર્યક્રમની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.


આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી દ્વારા મેઘદૂત નું નૃત્યના રૂપમાં પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા કાલિદાસ જીવન પરિચય પર નાટક ભજવવામાં આવ્યું. અંતે કુલસચિવ ડો. દશરથ જાદવે આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમમાં વેરાવળના નાગરિકો પણ ઉપસ્થિત રહ્યાં હતાં અને કાર્યક્રમનો આનંદ માણ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. પંકજકુમાર રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું. સંયોજક તરીકે ડો. પંકજકુમાર રાવલ, ડો. જીગર ભટ્ટ, ડો. કિરણ ડામોરે કામગીરી બજાવેલ.

અહેવાલ : પરાગ સંગતાણી (વેરાવળ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here