એકતા ફાઉન્ડેશનની ઈદ ઉલ અઝહા ની અનોખી રીતે ઉજવણી ના ભાગ રૂપે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

0
613

103 જેટલા દાતાઓ એ રક્તદાન કર્યું

ત્યાગ અને બલિદાન ના પર્વ ઈદ ઉલ અઝહા નિમિત્તે એકતા ફાઉન્ડેશન દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં 103 દાતાઓ એ પોતાનું કિંમતી લોહી આપી બીજાની જિંદગી બચાવવામાં સહભાગી થયા હતા.. આજના સમયમાં ખાસ કરીને થેલેસીમિયા બાળકો, ઓપરેશન વખતે તેંમજ મોટા ભાગે ખૂન ની જરૂરીયાત રહેતી હોય છે ત્યારે આ તમામ જરૂરિયાત ને પહોચી વળવા માટે આ કેમ્પ યોજાયો હતો.


એકતા ફાઉન્ડેશન ના યુવાનો દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. આ કેમ્પ નું શુભારંભ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ મોહમદ હુસેન ઝાલા, ઘાંચી સમાજ પ્રમુખ મુફ્તી હનીફ જળા, જાણીતા નગર સ્વર રમેશભાઈ જોષી, બૈતુલમાલ પ્રમુખ હનીફભાઈ પટેલ, શહેર કોંગ્રેસ પ્રમુખ હારુન ભાઈ જેઠવા, ડો.અયુબ બંમ, ઉંમરભાઈ રડીયા, ઘાંચી સ્વંય સંઘના અહમદભાઈ પડાયા, મિહિરભાઈ વ્યાસ ,ઇકબાલ ભાઈ વાલમ, હસનભાઈ ભેદા, ઇશાભાઈ લાખા માસ્ટર એ હાજરી આપી હતી. તેમજ આ કેમ્પ ની મુલાકાત ડોક્ટરો ડો. ઇરફાન ગુજરાતી (વાલમ) ડો. ઈંદ્રિસ ભાભા, ડો યાસીન પદા, ડો.હુઝેફા કરુડ , પાલિકા સદસ્યો હારુન ભાઈ પડાયા, ઇબ્રાહિમભાઈ બખાઈ, શોએબભાઈ ભાભા, યુનુસ બક્ષા, સમાજ ના આગેવાનો સુલેમાન મધિયા, ઇબ્રાહિમ ભાભલા, અબુભાઈ છાપરા, સિદ્દીકભાઈ ચૌહાણ, અહમદ સાહેબ બતક, મુફતી ઇકબાલ વહોરા, મૌલાના ફારૂક ખાદીમ ,મોહંમદ અલી ભાઈ શેખ, મજલિસ હમદર્દ ના પ્રમુખ અહમદ હુસેન બાપુ, સેક્રેટરી હસનભાઈ વરામ, મૌલાના મોહમદ હુસેન કરુડ, પોલીસ સ્ટાફમાંથી જ્યોતિબા, સુરેશભાઈ દાફડા, ઇમરાન ભાઈ સોલંકી, અબ્બાસ ભાઈ ટીપટોપ, હારુન ભાઈ ભાગ્યા, મોહંમદ હુસેન મહેતાજી, મોહંમદ હુસેન કુલાળા, અહમદ સખીયા, મુસાભાઈ મહેતાજી, હુસેન દલ, યુનુસભાઈ કાળવાત, આશીફ ભાટા, પત્રકારો જીતુભાઈ પરમાર, વીનું મેસવાણિયા, પ્રકાશ લાલવાણી, મિલન બારડ, સુખાનંદી બાપૂ, યોગેશ ડાકી, યુસુફ ચુડલી આગેવાનો અને વડીલો દ્વારા એકતા ફાઉન્ડેશનની આ કામગીરી ને બિરદાવી હતી અને નગર સ્વર રમેશભાઈ જોશી દ્વારા આ અગાવ બનાસકાંઠા પુર સમયે થયેલ કામગીરી ને યાદ કરી અભીનંદન પાઠવ્યા હતા

આવનારા સમયમાં માંગરોળ માં જ બ્લડ બેંક ની સ્થાપના થાય અને લોકોએ બ્લડ લેવા દૂર ના જાઉં પડે તે બાબતે આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી હતી..


અત્રે ઉલ્લેખનીય છે મેં એકતા ફાઉન્ડેશન દ્વારા આ અગાવ વિકલાંગો માટે સાધન સામગ્રી કેમ્પ, દિવ્યાંગ પ્રમાણપત્ર કેમ્પ, વિધાર્થીઓ માટે માર્ગદર્શન કેમ્પ, વિધવા સહાય, વૃદ્ધ સહાય, સ્કોલરશીપ જાગૃતિ, RTE યોજના, આયુસમાન કાર્ડ સહિત ની કામગીરી માં મદદ કરવામાં આવે છે.. આ કેમ્પમાં 103 જેટલા રક્તદાતાઓ એ રક્તદાન કર્યું હતું તમામ લોકો ને પ્રમાણ પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. કેમ્પ ને સફળ બનાવવા એકતા ફાઉન્ડેશન ના તમામ સભ્યો એ ભારે જહેમત ઉઠાવી હતી અને તમામ રક્તદાતાઓ નો આભાર માન્યો હતો

અહેવાલ : ઈમરાન બાંગરા (માંગરોળ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here