
પ્રભાસ ક્ષેત્રના ૧૨ સુર્યમંદિરોને ફરી ઐતિહાસિક ઓળખ મળશે
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર નજીક સ્થિત ૧ હજાર વર્ષથી પણ પૌરાણિક સૂર્યમંદિરમાં સેંકડો વર્ષ બાદ સૌપ્રથમવાર મહાઆરતીનું આયોજન અતુલ્ય વારસો , વેરાવળ-પાટણ સયુંકત નગરપાલીકા , સોમનાથ ટ્રસ્ટના સયુંકત ઉપક્રમે કરવામાં આવ્યું હતું.આ તકે મહિલાઓ દ્વારા રંગબેરંગી રંગોળી દોરવામાં આવી આવી અને સાંસ્કૃતિક મંત્રોચ્ચાર સાથે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના સંગાથે મહાઆરતી કરવામાં આવી હતી.અતુલ્ય વારસોના કપિલભાઈ ઠાકરે જણાવ્યું હતું કે અમારી સંસ્થા આવા હજારો વર્ષો જૂના જે ખંડિત મંદિરો હોઈ ત્યાં જઈ મહાઆરતી કરીએ છીએ જેથી ત્યાંની આસપાસનું વાતાવરણ ઉર્જામય બને અને સ્થાનિક લોકોને પોતાના વારસા વિશે જાણી શકે.વેરાવળ પાલિકા પ્રમુખ પિયુષભાઈ ફોફંડીએ જણાવ્યું હતું કે અમે આર્કિયોલોજી ઓફ ઈન્ડીયાની ટીમને અનુરોધ કરીએ છીએ કે તેઓ અહીં આવી અને સર્વે કરે અને વહેલી તકે આ મંદિર નું નિર્માણ થાય. ઉપરાંત ગુજરાત ટુરિઝમ મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી સહિતનાઓને પણ વહેલી તકે સર્વે કરાવવા અનુરોધ કરીએ છીએ. પ્રાથમિક તબક્કે અમોએ સર્વે કરી અને ૭ કરોડ જેટલા ખર્ચનું અનુમાન પણ લગાવ્યું છે.
અહેવાલ : પરાગ સંગતાણી (સોમનાથ)