વેરાવળ શહેર ભાજપ પ્રમુખના ૫૧માં જન્મદિવસે સર્વરોગ નિદાન કેમ્પ અને વૃક્ષારોપણનું આયોજન કરાયું

0
33

વેરાવળમાં સમસ્ત કોળી સમાજ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં. ડો. ડી. કે. બારડ અને તેમની ટીમ દ્વારા તમામ રોગનું નિદાન નિઃશુલ્ક કરાયું હતું. 100 જેટલા દર્દીઓએ આ કેમ્પ નો લાભ પણ લીધો હતો.આ તકે પ્રદેશ મંત્રી ઝવેરિભાઈ ઠકરાર,પાલિકા પ્રમુખ પિયુષભાઈ ફોફંડી સહિતના આગેવાનો,વિરજીભાઈ જેઠવા,કાળુભાઈ ચારિયા ,સામતભાઈ બારીયા, કરશનભાઇ વાજા, કિશનભાઈ જેઠવા ,હિતેશભાઈ બારીયા ,મનુભાઈ વાયલુ, ભીમભાઈ વાયલુ, અરવિંદભાઈ ધારેચા ,રમેશભાઈ મોકરીયા સહિત કોળી સમાજના પૂર્વ પ્રમુખો અને આગેવાનો તેમજ યુવાનો પણ જોડાયા હતા.આ પ્રસંગે સેવા આપનાર ડો .ડી. કે. બારડ નું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

અહેવાલ : પરાગ સંગતાણી (વેરાવળ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here