ગોપાલક વિકાસ મંડળ દ્વારા સંચાલિત જે.બી.હોમીયોપેથીક મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ અણિયાદ દ્વારા શહેરા તાલુકાના નાંદરવા કેન્દ્રવર્તી શાળામાં મફત હોમિયોપેથીક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં ચામડીના રોગોમાં ધાધર,ખરજવું,ચહેરા પરના સફેદ ડાઘ કાળા ડાઘ,ખીલ,વાળ ખરવા,નાની વયે સફેદ ડાઘ સ્ત્રી રોગમાં સ્ત્રીને લગતા રોગો,સફેદ પાણીની સમસ્યા શરીર ધોવાવવું વગેરે અનેક પ્રકારના રોગોને લગતા દર્દીઓ સારવાર માટે આવ્યા હતા અને મફતમાં હોમિયોપેથીક દવા આપીને સારવાર આપવામાં આવી હતી
ર્ડા.જનરધાનન,ડી.એચ.એમ.એસ એમ.ડી,ર્ડા.વિશાલ બી.એચ.એમ.એસ,ર્ડા.કિંજલ બી.એચ.એમ.એસ,નરેશ ઝાલા જી.એન.એમ સ્ટાફ અને ફાર્માસિસ્ટ ધવલભાઈ વગેરેના સહયોગથી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો જેમાં આજુબાજુના વિસ્તારના પુરુષ સ્ત્રીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો અને હોમિયોપેથીક મેડિસિન વિશે વધુ માહિતગાર કર્યા હતા
અહેવાલ : ગણપત મકવાણા (પંચમહાલ)