મોટી હવેલી જેતપુરના વૈષ્ણવાચાર્ય  પૂજ્ય શ્રી બાલકૃષ્ણલાલજી મહારાજશ્રી ના જન્મદિવસ ની બધાઈ 

0
137

અખંડભૂમંડલાચાર્ય શ્રી વલ્લભાચાર્યજીના વંશજ, જળ સંચય અભિયાન દ્વારા વૈષ્ણવોના હૃદયમાં જેમનું વિશેષ પૂજનીય સ્થાન છે એવા શ્રી મોટી હવેલી જેતપુરના વૈષ્ણવાચાર્ય પુ.શ્રી બાલકૃષ્ણલાલજી મહારાજશ્રીનો જન્મ દિવસ અષાઢ સુદ આઠમને ગુરુવાર તારીખ ૭.૭.૨૦૨૨ના રોજ છે .આ આનંદ ઉત્સવની ઉજવણી મોટી હવેલી જેતપુર માં થશે,જેમાં  બપોરે ૧૧.૩૦ કલાકે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે માર્કંડેય પૂજા અને રાજભોગમાં મનોરથના દર્શન અને ત્યારબાદ સાંજે સંધ્યા આરતી પછી  આપશ્રીના કેસરી સ્નાન અને રાત્રે કીર્તનના ગાન થશે જેની ઉજવણી માટે જેતપુર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના વૈષ્ણવ સમાજમાં આનંદ અને ઉત્સાહ ઉભરાઈ રહ્યો છે. પૂજ્ય શ્રી બાલકૃષ્ણલાલજી મહારાજશ્રી એ વૈષ્ણવોને પુષ્ટિમાર્ગનું  સત્સંગીય જ્ઞાન આપી  એક જબ્બરદસ્ત સંગઠનની સ્થાપના કરી છે. સેવાકીય અને સામાજિક કાર્યોની સાથે સાથે અનેક આયોજનો આપશ્રી ના માર્ગદર્શન હેઠળ થાય છે . ખાસ કરીને ભૂતકાળમાં ગામડે ગામડે પધારીને જળ સંચય અભિયાનનું જ્ઞાન અને પ્રવૃત્તિ આપશ્રી દ્વારા થઇ . આજની તારીખમાં પણ આ પ્રવૃત્તિને કાયમી રાખી અનેક વૈષ્ણવો જળ સંચય કરી પાણીની અછત માં મૂંઝાતા નથી .આપશ્રીના માર્ગદર્શન હેઠળ થયેલો છપ્પનભોગ ઉત્સવ પણ વૈષ્ણવોના માનસપટ પર એક સ્મૃતિ રૂપે અંકિત થયો છે .આ ઉપરાંત મોટી હવેલીના કાર્યો માં વ્યસન મુક્તિ,વૃક્ષારોપણ,વિવિધ મેડીકલ કેમ્પ,રક્તદાન કેમ્પ,રાહત દરે ચોપડા વિતરણ,યોગ શિબિર,પુષ્ટિ જ્ઞાન શિબિર,ધર્મ સભા ઉપરાંત અનેક ઉત્સવો જેવા કે શરદોત્સવ,નંદોત્સવ,શ્રી વલ્લભાચાર્ય જયંતી ઉત્સવ,શ્રી ગુંસાઇજી જયંતી ઉત્સવ,રસિયા ઉત્સવ,ડોલોત્સવ,જન્માષ્ટમી ઉત્સવ વિગેરે ની ઉજવણી વર્ષ દરમિયાન થાય છે. આ ઉપરાંત શ્રી ગુસાંઈજી પંચ શતાબ્દી વર્ષની ઉજવણી સ્વરૂપે પંચામૃત સરીખા પાંચ ભવ્ય ઉત્સવો ની ઉજવણી કરવામાં આવી જેમાં શ્રીનાથદ્વારાથી શ્રીનાથજીના ધ્વજાજી ની પધરામણી ,શ્રી વલ્લાભાવતાર ચરિત્ર રસપાન ,વ્રજ દર્શન ,સાંસ્કૃતિક કાર્યક્રમો અને મહા વિષ્ણુ સહસ્ત્ર નામ યજ્ઞ જેવા વિશાળ આયોજનો થયા. ખાસ કરીને પુષ્ટિ પાઠશાળા વ્યક્તિ વિકાસ કેન્દ્રની સ્થાપના પણ જેતપુર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં આપશ્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી.કોરોના કહેર  પહેલા શ્રી મોટી હવેલી મદન મોહન પ્રભુ યુવકમંડળ દ્વારા ભવ્ય ભાગવત સપ્તાહનું આયોજન થયું હતું.જેમાં સાત દિવસ સુધી હજારો વૈષ્ણવોએ આ સપ્તાહનું રસપાન કર્યું હતું.લગભગ છેલ્લા ૩૦ વર્ષથી શ્રી મદનમોહનપ્રભુ હવેલી,શ્રી ઠાકોરજીની કૃપાથી ક્રમશઃ અનેક વૈષ્ણવો અને સેવકોની સેવા સાથે ખુબ જ કાર્યરત છે ત્યારે સમયના પરિવર્તન સાથે હવે આ હવેલી કેનાલની બીજી તરફ જૂનાગઢ રોડ, ધોરાજી રોડ થી નજીક મોટી જગ્યામાં નવનિર્માણ પામવા જઈ રહી છે ત્યારે દરેક વૈષ્ણવોને આ નવનિર્માણમાં  તન મન અને ધન થી કૈકને કૈક રીતે સેવાકાર્યમાં જોડાવા હાકલ કરવામાં આવે છે.આપશ્રીના જન્મદિવસની આ સાચી ભેટ ન્યોછાવર હશે કે આપણે સૌ શ્રી ઠાકોરજીના નૂતન મંદિરના નવનિર્માણમાં કામે લાગી જાય અને ઝડપથી આ હવેલીનું નિર્માણ થાય એવી સેવામાં લાગી જાય.પરમ જ્ઞાની અને આગવી સૂઝ ધરાવતા પૂજ્ય શ્રી બાલકૃષ્ણલાલજી મહારાજશ્રીએ  અનેક વચનામૃત દ્વારા પણ વૈષ્ણવ સમાજને વૈવિધ્ય સ્વરૂપે માર્ગનું જ્ઞાન પ્રસાદ રૂપે આપ્યું છે અને આપતા આવ્યા છે .શ્રી મોટી હવેલી જેતપુરમાં  શ્રી મદનમોહન પ્રભુના મનોરથના શ્રીંગાર પણ આબેહુબ દર્શનીય હોય છે જેમાં પણ આપશ્રી અનેક વિશિષ્ટતાઓ સાથે સજાવટ કરી વૈષ્ણવો ને આનંદમય  બનાવો  છો . 

MYM Foundation ના અધ્યક્ષ અને યુવા વૈષ્ણવાચાર્ય  પુજય જેજે શ્રી  પ્રિયાંકરાયજી મહોદય શ્રીના માગઁદશઁન હેઠળ જન્મદિવસ નિમિતે શ્રી મોટી હવેલી જેતપુર ખાતે શ્રીના  મનોરથના દર્શન ઉપરાંત આપશ્રી ને વધાઈ આપવા સમગ્ર વૈષ્ણવ સમાજ ને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે જન્મદિવસની  ભવ્ય ઉજવણી માટે તમામ સભ્યો ઉત્સાહભેર કાર્યો કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here