અંબાજી નજીક આવેલા બેડાપાણીમાં ગુફાચિત્રો મળ્યા, મહારાણા પ્રતાપના સમયના ચિત્રો હોવાની માન્યતા

0
344

પાલનપુર. અંબાજી વિરમપુર માર્ગ પર બેડાપાણી ગામ આવેલું છે. ગામથી અંદરના જંગલમાં એક પૌરાણિક મહાદેવ મંદિર નજીક વિશાળ પથ્થરો મોટી મોટી તિરાડો પડેલી શિલાઓની વચ્ચે નાની ગુફા આવેલી છે. જ્યાં નજીકમાં બહારની ભાગે એક શીલા પર ભીંત ચિત્રો કંડરાયેલા છે. અંબાજીના ડેલીગેટ વિજયભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આ ચિત્રો વિશે “કહેવાય છે કે મહારાણા પ્રતાપના સમયના આ ચિત્રો છે. જેમાં યુદ્ધના દ્રશ્યો ચીતરવામાં આવ્યા છે. જ્યારે લેખનકળા વિકસી ન હતી, ત્યારનો માનવી નોંધ કરવા માટે, પોતાની વાત વ્યક્ત કરવા માટે દીવાલ પર ચિત્રો દોરતો હતો. જેથી ભીલ સૈનિકોએ આ ચિત્રો દોર્યા હોવાનું મનાય છે.

આ અગાઉ કેટલાક વર્ષો અગાઉ સેમ્બલપાણી ગામમાં પણ પારેવાપાણી નજીક ભીંત ચિત્રો મળ્યા હતા. જે અંગે કોઈ શોધ કાર્ય થઈ શક્યું નથી.” ત્યારે સેમ્બલ પાણીથી થોડાક કિલોમીટરના અંતરે જ બેડા પાણીના જંગલોમાં મળેલા આ ચિત્રો અમુક હજાર વર્ષ જૂના હોવાનું મનાય છે. મધ્યપ્રદેેશમાં આવેલી ભીમબેટકાની ગુફામાં ચિત્રો મળ્યા પછી તેને વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરવામાં આવી છે. પરંતુ અહીના ચિત્રો વિશે કોઈ જ જાણકારી ઉપલબ્ધ નથી જે રહસ્ય બની ગયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here