- ઘટના રવિવારે વહેલી સવારે 5 વાગ્યે બની, 30 લોકોને બચાવી લેવાયા
- શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન
આંધ્રપ્રદેશના વિજયવાડામાં રવિવારે એક હોટલમાં આગ લાગતા 7 લોકોના મોત થયા છે. હોટલનો કોવિડ-19 ફેસિલિટી સેન્ટર તરીકે ઉપયોગ કરાતો હતો. અહીં 22 દર્દીની સારવાર ચાલી રહી હતી. 30 લોકોને બચાવી લેવાયા છે. મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ તપાસના આદેશ આપ્યા છે. હોટલને એક હોસ્પિટલે કોરોના દર્દીઓની સારવાર માટે ભાડે રાખી હતી. આગ ઉપર કાબૂ મેળવી લેવાયો છે.

કૃષ્ણા જિલ્લાના કમિશ્નર ઈમ્તિયાજે જણાવ્યું હતું કે ઘટના વહેલી સવારના 5 વાગ્યાની આસપાસ બની છે. આખી બિલ્ડિંગને ખાલી કરી દેવાઈ છે. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન છે.

આંધ્રપ્રદેશ સંક્રમણની બાબતમાં દેશમાં ત્રીજા નંબરે છે
સંક્રમણની દ્રષ્ટીએ આંધ્રપ્રદેશ દેશમાં ત્રીજા નંબરે છે. અહીં 2.17 લાખ કોરોનાના કેસ નોંધાયા છે. 85 હજાર 486 દર્દીની સારવાર ચાલી રહી છે. 1 લાખ 29 હજાર 615 દર્દી સાજા થઈ ગયા છે. જ્યારે 1939 લોકોએ જીવ ગુમાવ્યો છે.

6 ઓગસ્ટના રોજ અમદાવાદની કોવિડ હોસ્પિટલમાં આગ લાગતાં 8 દર્દીના મોત થયા હતા
અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં ગુરુવારે આગ લાગી હતી. જેમા 8 દર્દીના મોત થયા હતા. તેમા 5 પુરુષ અને 3 મહિલાનો સમાવેશ થાય છે. હોસ્પિટલના ચોથા માળે આગ લાગી હતી.