PM મોદી આજે 11 વાગ્યે સંબોધન કરશે, એક લાખ કરોડ રૂપિયાની ધિરાણ સુવિધાની શરૂઆત કરશે

0
242

નવી દિલ્હી. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11 વાગ્યે વીડિયો કોન્ફ્રેંસિંગ દ્વારા સંબોધન કરશે. ટ્વીટર પર ટ્વીટ કરીને તેમણે ખેડૂત ભાઈઓ-બહેનોને શુભકામના પાઠવી હતી. આ કોન્ફ્રેંસિંગ દ્વારા તેઓ એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ અંતર્ગત એક લાખ કરોડ રૂપિયાની ધિરાણ સુવિધાની શરૂઆત કરશે.

તેમણે કહ્યું કે આ કાર્યક્રમમાં હું ‘પીએમ કિસાન યોજના’ અંતર્ગત સહાયતા રકમના છઠ્ઠો હપ્તાની ચૂકવણીની શરૂઆત કરાવીશ. 8.5 કરોડ ખેડૂતોના ખાતામાં 17 હજાર કરોડ ટ્રાન્સફર કરાશે. કોવિડ-19 મહામારી દરમિયાન આ યોજના ખેડૂતોને મદદરૂપ સાબિત થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here