ભાજપના નેતાઓને ઓછી લાઇક કેમ ?, સત્તાધારી પક્ષના IT સેલથી ગુજરાત પ્રદેશ પ્રમુખ પાટીલ અત્યંત નારાજ

0
304

ભારતીય જનતા પક્ષના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ નબળી કામગીરીને પગલે ભાજપ IT સેલથી અત્યંત ખફા છે. ઉલ્લેખનીય છે કે સોશિયલ મિડીયાના માધ્યમથી ભાજપ લોકો સુધી પહોચવા માંગે છે, ટેકનોસેવી પ્રદેશ પ્રમુખ પાટીલે ભાજપ આઇટી સેલના હોદ્દેદારોને ઉધડો લઇને સ્પષ્ટ સંદેશો આપ્યો છેકે,સેલ્ફ માર્કેટિંગ કરતાં પક્ષની વાત-વિચારધારા , કેન્દ્ર-રાજ્ય સરકારની યોજના સુધી પહોચાડો.એટલું જ નહીં, કેન્દ્ર-રાજ્યના શિર્ષ નેતૃત્વના એકાઉન્ટ પર પણ ધ્યાન આપવા ખાસ સૂચના આપી છે.

કેન્દ્ર-રાજ્યના શિર્ષ નેતૃત્વના એકાઉન્ટ પર પણ ધ્યાન આપવા ખાસ સૂચના

નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ખુદ ટેકનોસેવી સાંસદ છે. સોશિયલ મિડીયાના માધ્યમથી લોકો સાથે સતત સંપર્ક રહેવામાં પાટીલ માહિર છે. આ જોતાં ભાજપ આઇટી સેલનું પોલંપોલ હવે વધુ ચાલી શકે તેમ નથી. અત્યાર સુધી માત્ર હોદ્દાના જોરે આઇટી સેલના હોદ્દેદારોએ માત્ર રૂઆબ જ છાંટી પોતાના માનિતાઓ થકી રાજકીય લાભો જ મેળવ્યાં છે. ભાજપ આઇટી સેલની કામગીરી નબળી છે તે જગજાહેર છે બલ્કે કેટલાંક કિસ્સામાં તો ગાડરિયા પ્રવાહની જેમ આડેધડ ટ્વિટ અને કોમેન્ટ કરતાં પક્ષને બદનામી વહોરવાનો વારો આવ્યો છે.

કેટલાંક કિસ્સામાં તો ગાડરિયા પ્રવાહની જેમ આડેધડ ટ્વિટ અને કોમેન્ટ કરતાં પક્ષને બદનામી વહોરવાનો વારો આવ્યો

થોડાક દિવસો પહેલાં જ સી.આર.પાટીલે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આઇટી સેલના હોદ્દેદારો સાથે વાત કરી હતી તે વખતે એવો ઉધડો લીધો કે, ભાજપના ટોચના નેતાઓને કેમ ઓછી લાઇક મળી રહી છે. એક જ ઝોનમાંથી 1 હજાર લાઇક ન મળી શકે. આવો વેધક સવાલ કરી આઇટી સેલની નબળી કામગીરી છે તેવો અંદંશો અપાયો હતો. તેમણે સ્પષ્ટ કહ્યુ કે,પક્ષની વાત,સરકારની યોજના લોકો સુધી પહોંચવી જોઇએ.

વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આઇટી સેલના હોદ્દેદારો સાથે વાત કરી

સરકારના મહત્વના નિર્ણય આમ જનતા સુધી પહોંચવા જોઇએ જેથી સામાન્ય જનતાને લાભ મળે અને પક્ષને ય રાજકીય લાભ મળે. હાલમાં પક્ષ કરતાં ભાજપના નેતાઓ સેલ્ફ માર્કેટિંગ વધુ કરી રહ્યાં છે જેના કારણે પાટીલ આઇટી સેલથી નારાજ છે. આ જોતા આગામી દિવસોમાં આઇટી સેલમાં ધરખમ ફેરફાર થવાના એંધાણ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here