રિયાની પુછપરછમાં મોટો ખુલાસો, સુશાંતની બહેનની FDમાંથી ગાયબ થયા 2.5 કરોડ

0
461

સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસમાં રિયા ચક્રવર્તીની ઇડી દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. ઇડીની પુછપરછમાં નાણાકીય ગેરરીતિ અંગેના અનેક મહત્વપૂર્ણ ઘટસ્ફોટ થઈ રહ્યા છે. તેની શરૂઆત સુશાંતના બેંક ખાતાથી લગભગ 15 કરોડ રૂપિયાથી થઈ હતી અને હવે તેના સીએ સુધી પહોંચી ગઈ છે.

આ પૂછપરછમાં રિયાએ ઇડીની ટીમને જણાવ્યું હતું કે માર્ચમાં પૂરા થયેલા નાણાકીય વર્ષ દરમિયાન કંપનીના ખાતાની દેખરેખ કરતાં બે સીએના નામે અંદાજે 2 કરોડ 65 લાખ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સુશાંતે તેની બહેનના નામ સાડા ચાર કરોડની એફડી કરાવી હતી, પરંતુ રિયાના આવ્યા પછી બંને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ રિયા અને તેના ભાઈની મિલીભગતથી અઢી કરોડ રૂપિયા ટ્રાંસફર કરાવી લીધા છે એટલે કે હવે એફડી 2 કરોડની રહી છે.  

આ સિવાય પણ ઇડીને સુશાંતની કંપનીના હિસાબ, બેંક ખાતા અને જમા રકમની ગણતરીમાં શંકાસ્પદ લેતીદેતી જણાઈ છે જેની તપાસ ચાલી રહી છે.