રાજ્યના મહેસુલ મંત્રી કૌશિક પટેલના મોટા ભાઈ ગૌતમ પટેલે કરી આત્મહત્યા, પોલીસ તપાસ શરૂ

0
411

રાજ્યના મહેસુલ મંત્રી કૌશિક પટેલ ના મોટાભાઈ ગૌતમ પટેલે આજે અમદાવાદ ખાતેના પોતાના બંગલામાં ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી છે. ઘટનાની જાણ પોલીસને થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી.

મળતી માહિતી અનુસાર ગૌતમ પટેલે પોતાના શીલજ ખાતેના બંગલે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. આ ઘટના સમયે તેમનો પુત્ર અને પુત્રવધુ ઘરમાં હાજર હતા. જોકે પોલીસને કોઈ સુસાઇડ નોટ મળી આવી નથી આ અંગે પોલીસ તપાસ ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here