જામ્યુકોના હર ઘર તિરંગા અભિયાનને વેગ આપવા સખી મંડળના બહેનો દ્વારા 2 લાખ રાષ્ટ્રધ્વજ તૈયાર કરાશે

0
154

જામનગર મહાનગરપાલિકા દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન ની ઉજવણી હાથ ધરવામાં આવી છે આ કાર્યક્રમમાં રાષ્ટ્રધ્વજ બનાવટ ની કામગીરી આજથી જામ્યુકોના કોમ્યુનિટી હોલમાં હાથ ધરવામાં આવી છે આ કામગીરીનું અધિકારીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

પ્રતિવર્ષ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સરકારી કચેરીઓ , શાળા, કોલેજો ખાતે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે છે પરંતુ આ વર્ષે સમગ્ર દેશની શાન સમા રાષ્ટ્રધ્વજને ઘેર ઘેર લહેરાવવા નો સંકલ્પ કરવામાં આવ્યો છે આથી આ અભિયાનને વેગ આપવા માટે સખી મંડળના બહેનો દ્વારા તિરંગા ની બનાવટની કામગીરી હાથ ધરવામાં આવી છે, જામનગર મહાનગરપાલિકા ખાતે 2 લાખ તિરંગા નું આગમન થયેલ હોય, આ તિરંગા ની સ્ટીક અને તિરંગો બંને અલગ – અલગ હોય જેને જોડી અને બહેનો દ્વારા સંપૂર્ણપણે તિરંગો તૈયાર કરવામાં આવી રહ્યો છે, હર ઘર તિરંગા કાર્યક્રમમાં ઉપયોગમાં લેવામાં આવનાર તિરંગા ની બનાવટ જામનગરના સખી મંડળના 50 બહેનો દ્વારા હાથ ધરવામાં આવી છે, તિરંગા ની બનાવટ માં રેશમ અને ખાદીના કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેમજ તેમાં કાસ્ટ ની સ્ટીક નું ફીટીંગ સખી મંડળના બહેનો દ્વારા કરવામાં આવી રહ્યું છે ,આ કામગીરીને નિયત સમયમાં પરિપૂર્ણ કરવાની હોય તે માટે આજે જામ્યુકોના અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કરી સખી મંડળના બહેનોને સુચના આપી હતી.

હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત જામનગર વાસીઓને પૂરતા પ્રમાણમાં રાષ્ટ્રધ્વજ મળી રહે તે માટે સખી મંડળના બહેનો નો સહારો લઇ જામનગર મહાનગરપાલિકા દ્વારા તિરંગા ની બનાવટ ને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ,આ કામગીરીનું સુચારુ સંચાલન થાય અને નિયત સમયમાં કામગીરી પૂર્ણ થાય તે માટે કમિશનર વિજય કુમાર ખરાડી , નાયબ કમિશનર એ.કે.વસ્તાણી, આસી. કમિશનર બી.જે. પંડયા, સિટી એન્જિનિયર ભાવેશ જાની ના માર્ગદર્શન હેઠળ નોડલ ઓફિસર અશોક જોષી, UCD શાખાના મેનેજરો ,સમાજ સંગઠકકો ,ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સી.એસ. પાંડિયન આ કામગીરીને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.

સાગર સંઘાણી (જામનગર )

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here