વેરાવળમાં લીલાશાહ બાગ ખાતે જુલેલાલ ચાલીસા ઉત્સવ દરમિયાન શહેરા વાળા સાંઈ પધારતા ભવ્ય ઉજવણી કરાઇ

0
242

સિંધી સમાજના ઇષ્ટદેવ વિશે અને ચાલીસા ઉત્સવના પ્રારંભ વિશે શહેરવાલા સાંઈ દ્વારા ભક્તોને માહિતગાર કરાયા

વેરાવળ માં ચાલિયા ઉત્સવ નિમિત્તે સાઈ શહેરવાલે એ સિંધી સમાજના ઇષ્ટદેવના ઇતિહાસ અને ચાલીસા વ્રત વિશે જણાવ્યું હતું કે, આજથી ૧૦૭૦ વર્ષ પહેલાં ભારતના પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં હિન્દુ સિંધી ધર્મ પર સમયે વિધર્મી રાજા દ્વારા ધર્મ પરિવર્તનનો અત્યાચાર કરવામાં આવતો જે સમયે હિન્દુઓની નિશાની જનોઈ અને વાળે બાંધેલી ચોટી કાપી ધર્મ પરિવર્તન કરાવવનો અતિશય દુષ્ટ આચરવામાં આવતો જે વખતે ભગવાન શબ્દ નો અર્થ ભ – ભૂમિ,ગ – ગગન, વા – વાયુ,ન – નીર એમ પ્રકૃતિ પુજા કરવામાં આવતી હતી તે સમયે સિંધ પ્રાંતના હિંદુઓ પર આફતની ચાદર પથરાઈ હતી અને દિવસેને દિવસે હિંદુ જાતિના લોકો પર અત્યાચાર કરી ધર્મ પરિવર્તન કરવામાં આવતો હતો.તે સમયે સિંધ ના ઠઠ્ઠાનગરમાં એક વિદ્ધાન દ્વારા હિંદુ જાતિના લોકોને એકઠિત કરી સિંધુ નદી કિનારે એકસાથે એકત્રિત થઈ પુજા અર્ચના કરી ભગવાન પાસે આ આફતે ઉપાસના કરી વ્રતના નિયમો પાડી પુજા અર્ચના કરવામાં આવતી


કહેવાયું છે જ્યારે જ્યારે ધરતી પર પાપ વધશે ત્યારે હું જન્મ લઈ તમારા ધર્મ ની રક્ષા કાજે આવીશ.જે રૂઢિ રિવાજ મુજબ પરંપરાગત આજસુધી સિંધી સમાજ માં આ ધાર્મિક ઉપાસનાના પાવન ૪૦ દિવસીય વ્રતના નિયમો પાડી ચાલીસા સાહેબ નું અતિ મહત્વ સાથે આ વ્રત પાડી ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલ ની ઉપાસના કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં વેરાવળ, પાટણ, તાલાલા, સુત્રાપાડા, કોડીનાર સહિત સિંધી સમાજના લોકો, વિવિધ આગેવાનો, પત્રકારો સહિતના જોડાયા.


વેરાવળ સિંધી સમાજની લિલાશાહ બાગ વાડી ખાતે પરમ પુજનીય સંત સાંઈ શહેરાવાલેના સાનિધ્યમાં સિંધી સમાજના ઇષ્ટદેવ ઝુલેલાલના ચાલિયા સાહેબના ઉત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. આદિ કાળ હજારો વર્ષો પૂર્વે હિંદુ સિંધી ધર્મ પરની આપતી વેળાએ ની પરંપરા ના આ વ્રત નું પાલન રૂઢિ રિવાજ હાલસુધી સાર્થક કરી નીતિ નિયમ પાડી કરવામાં છે.

શહેરા થી પધારેલા સાંઈ જી એ જણાવ્યું હતું કે, વેરાવળ શહેર માં ઇષ્ટદેવ જૂલેલાલ દેવનાં ચાલિયા સાહિબ નું ભેરાણા અને જ્યોત સાથે આયોજન કરાયું છે. ત્યારે સમસ્ત સિંધી સમાજ અને બધા યુવાનોએ સાથે મળીને ધાર્મિક કાર્યક્રમ માં સેવા આપી. ચાલિયા સાહિબ નું મહત્વ સમજાવતા જણાવ્યું કે, ચાલીસ દિવસ વ્રત કરી ઉપાસનાને પૂર્ણ થતા ૪૧ દિવસે આકાશવાણી થઇ રતનરાયના ઘર આંગણે માતા દેવકીના કોખે પિતા રતનરાય ના પારણે હું જન્મ લઈ સનાતન હિંદુ ધર્મની રક્ષા કાજે હું આવી રહ્યો છું જે વાત નો સનાતન હિંદુ ધર્મના ધાર્મિક ગ્રંથ ભગવદ્ ગીતા માં કહેવાયેલ.

અહેવાલ : પરાગ સંગતાણી (વેરાવળ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here