22 થી વધુ બ્લેક વીવીઆઇપી લક્ઝરીયસ ગાડીમાં ગરીબ બાળકોને રાજકોટના રેસકોર્સ રોડ પર ફેરવી અને પાર્ટી પ્લોટ માં ભોજન સાથે વીઆઈપી સગવડો અપાશે.

0
110

રાજકોટના લોકલાડીલા અને કર્તવ્ય નિષ્ઠ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે મવડી ના અગ્રણી ઉદ્યોગપતિ ધીરુભાઈ સોરઠીયા નું અદકેરું આયોજન

રાજકોટ -કહેવાય છે જે લોકોને સેવા કરવી હોય તેઓ સેવા કરવાનો મોકો શોધી જ લેતા હોય છે, ત્યારે રાજકોટ ના મવડી ગામના અગ્રણી ઉદ્યોગપતિ ધીરુભાઈ સોરઠીયા એ રાજકોટના લોકલાડીલા અને કર્મનિષ્ઠ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે સેવામય આયોજન કર્યું છે બપોરે 3:30 વાગ્યે મવડી ગામથી 22 લક્ઝરીયસ કાળી ગાડીઓ નીકળશે અને એ ગાડીઓની અંદર કોઠારીયા વિસ્તારના બાળકોને બેસાડી અને રાજકોટના રેસકોર્સ રોડના વિસ્તાર પર એમને પરિભ્રમણ કરી લઇ જવા મા મુસાફરી કરાવવા માં આવશે , આમ તો કાળી ગાડીના કાફલા અને વીઆઈપી કાફલાઓ સાથે આવી ગાડી ઓ મા બેસવું આ બાળકોનું એક સ્વપ્ન હોય છે ત્યારે આ સ્વપ્નને સાકાર કરવા માટે રાજકોટના મવડી વિસ્તારના આ ધીરુભાઈ સોરઠીયા જહેમત ઉઠાવી રહ્યા છે. સેવા ના સારથી દીપાબેન વઘાસીયા ના નિર્દેશન અનુસાર લક્ષ્મીનગર, લોહા વિસ્તાર અને કોઠારીયા વિસ્તારના ઝુપડપટ્ટીમાં રહેતા બાળકોને સાડા ત્રણ વાગ્યે મવડી થી પ્રસ્થાન થયેલી ગાડીઓ ચાર વાગે રણુજા મંદિર ખાતેથી એમને પીકઅપ કરશે ત્યાંથી લક્ઝરીયસ વીવીઆઈપી ગાડીઓ નો કાફલો રેસકોર્સ વિસ્તારમાં પરિભ્રમણ કરી યાજ્ઞિક રોડ થઈ અને મવડી તરફ પ્રસ્થાન કરી અને વગળ ચોકડીએ શગુન પાર્ટી પ્લોટ ખાતે વિરામ લેશે, ત્યાં લોકલાડીલા ને સેવા ના સારથી સમાં ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ આ સ્લમ વિસ્તાર ના બાળકો સાથે કેક કટિંગ કરી બાળકો ને ભોજન અપાવશે, સાથે તમામ બાળકો ને એક સુંદર ભેટ પણ આપવામાં આવશે અને એમના જન્મદિન ની ઉજવણી આ વિશિષ્ઠ સેવાયજ્ઞ થી કરાશે, આ સમગ્ર કાર્યક્રમ ખોડલધામ એંકર હાર્દિકભાઈ સોરઠીયા, રાજકોટ શહેર ભાજપ યુવા મોરચા પ્રમુખ અને યુવા આગેવાન કિશનભાઇ ટીલવા , અગ્રણી ઉદ્યોગપતિ વિશાલ સોરઠીયા, મારૂતિં નંદન ચેરીટેબલ મંદિર ના પ્રમુખ રાજુભાઈ સોરઠીયા, હરસોડા પરિવાર ના પ્રમુખ જયેશભાઈ હરસોડા , વોર્ડ ૧૧ ના યુવા મોરચા પ્રમુખ અંકિત સોરઠીયા, અક્ષય સોરઠીયા ના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યો છે,

વધુ વિગત માટે હાર્દિકભાઈ સોરઠીયા 9033507931 પર સંપર્ક કરવા વિનંતી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here