જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના આયોજન સંદર્ભે નિવાસી અધિક કલેકટર પંચમહાલ એમ.ડી ચુડાસમાના અધ્યક્ષપદે બેઠક યોજાઇ.

0
93

આગામી સ્વાતંત્ર્ય દિન ૨૦૨૨ ની જિલ્લા કક્ષાની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ જાંબુઘોડા ખાતે યોજાશે


પંચમહાલ જિલ્લામાં આગામી ૧૫ મી ઓગષ્ટ,૨૦૨૨ સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ જાંબુઘોડા ખાતે યોજાનાર હોઇ તથા જિલ્લામાં સુચારુ આયોજન સંદર્ભે જિલ્લા સેવા સદન ગોધરા ખાતે નિવાસી અધિક કલેકટર પંચમહાલ એમ.ડી ચુડાસમાના અધ્યક્ષપદે બેઠક યોજાઇ હતી. તેમણે સંબંધિત અધિકારીગણ સાથે તમામ વ્યવસ્થાને લઈને સુચારુ સલાહ સૂચનો કર્યા હતા. જમા સૂચિત કાર્યક્રમ સ્થળની મુલાકાત લઇ સ્થળ નિરીક્ષણ કરી ઉજવણીની તમામ બાબતો ધ્યાને લઈ પૂર્વ ચકાસણી કરી જરૂરી આયોજન ગોઠવવું. આઝાદી કા અમૃત મહોત્સવ થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવું, જિલ્લામાં પ્રતિષ્ઠિત કલાકાર અથવા રમતવીર અથવા અન્ય કોઈ ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન કરેલ હોય તેવા મહાનુભાવોને પુરસ્કાર કે સન્માન કરવા અંગે સહિતની વિગતોની માહિતી મેળવી સલાહ સૂચનો કર્યા હતા. આ સાથે જિલ્લાના ૦૬ તાલુકાઓમાં તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરાશે જેમાં ગોધરા તાલુકામાં ગોલ્લાવ, કાલોલ તાલુકાના સણસોલી, હાલોલ તાલુકાના ચાંપાનેર, ઘોઘંબા તાલુકાના રીંછવાણી શહેરા તાલુકાના મંગલિયાણા, મોરવા હડફ તાલુકાના માતરીયા વેજમાં ગામોની શાળાઓમાં ઉજવણી કરાશે. આજની આ બેઠકમાં પોલીસ અધીક્ષક હિમાંશુ સોલંકી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક તબીયાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ભાભોર સહિત તમામ તાલુકા પંચાયતના પ્રાંત અધિકારીશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ સહિતના અધિકારીગણો ઉપસ્થિત રહ્યા હતા.

ગણપત મકવાણા (પંચમહાલ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here