રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા “હર ઘર ત્રિરંગા” યાત્રા અંતર્ગત ૭૫૦૦૦ રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવ્યું

0
71

આઝાદી કા અમૃત મહોત્સવ આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી નિમિતે ભારતના નાગરિકો, ભારતીય સંસ્કૃતિ અને સિદ્ધિઓના ગૌરવશાળી ઈતિહાસની ઉજવણી કરવા માટેની પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ શરુ કરેલી પહેલ “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષભરતભાઇ બોધરાની વિશેષ ઉપસ્થિતિમા તેમજ રાજકોટ જિલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઈ ખાચરિયા, પ્રભારી રક્ષાબેન બોળીયા, ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા, મહામંત્રીશ્રીઓ મનસુખભાઇ રામાણી, મનીષભાઈ ચાંગેલાની ઉપસ્થિતિમા ૭૫૦૦૦ રાષ્ટ્રધ્વજનું તમામ તાલુકાઓમાં જીલ્લા ભાજપ કાર્યાલય ખાતેથી વિતરણ કરવામાં આવ્યું હતું.

આ તકે રાજકોટ જિલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઇ ખાચરિયાએ કહ્યું હતું કે, દેશ માટે આ ગૌરવપૂર્ણ દિવસ છે. ભારતદેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરને લઈ લોકોમાં સ્વંયભૂ સમગ્ર દેશભરમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગામો ગામ મહામૂલી આઝાદીની મીઠાં સ્મરણોને યાદ તાજી કરી, સમર્પિત રાજનેતાઓ શહીદોની શહાદતને નમન કરી આ મહામૂલી આઝાદીની કિંમત સમજી તેની ઉજવણી રાજકોટ જિલ્લાના તમામ ગામોમાં અને દેશભરમા દેશભક્તિનો માહોલ સર્જાયો છે. રાષ્ટ્રદવજને માન-સન્માન સાથે લોકો લેવા આતુર થયા હતા. હર ઘર તિરંગાની ઘર-ઘર લગાવવાને લઈ લોકોમાં પણ દેશપ્રેમનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નાના બાળકોથી લઈ સહુ કોઈ રાષ્ટ્રીયપર્વને ઉજવવા થનગની રહયા છે. તા.૧૩ થી ૧૫ હર ઘર ત્રિરંગા લગાવવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ કાર્યક્રમ અંતર્ગત રાજકોટ જીલ્લાના તમામ તાલુકાઓને રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પ્રજાજનોને પણ વિનામુલ્યે રાષ્ટ્રધ્વજની ગરિમા જળવાય તે રીતે રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, જીલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા, મહામંત્રી મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલા, ધારાસભ્યલાખાભાઈ સાગઠીયા, સ્વામિનારાયણ સંપ્રદાય સરધાર, ભુપેન્દ્ર રોડ, ખીરસરા, બાલાજી હનુમાન મંદિરના સાધુ-સંતોના હસ્તે રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જીલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદર, પ્રદેશ કારોબારી સભ્ય ચેતનભાઈ રામાણી, પ્રદેશ શિક્ષણ સેલ કન્વીનર મહેન્દ્રભાઈ પાડલીયા, રાજકોટ માર્કેટિંગયાર્ડ ચેરમેન જયેશભાઈ બોઘરા, જીલ્લા ભાજપના હોદેદાર, મંડલના પ્રમુખશ્રી-મહામંત્રીશ્રીઓ, જીલ્લા મોરચાના પ્રમુખ-મહામંત્રીશ્રીઓ, જીલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, નગરપાલિકાના સભ્યશ્રીઓ, જીલ્લા સેલના કન્વીનર,સહ-કન્વીનરશ્રીઓ, મંડલ મોરચા તેમજ સેલના હોદેદારશ્રીઓ, જીલ્લાના કારોબારી સભ્યશ્રીઓ, સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ-સંતો સહીત જીલ્લા તેમજ તાલુકાના હોદેદારશ્રી, કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા કાર્યાલયમંત્રી અલ્પેશભાઈ અગ્રાવત, સહમંત્રી વિવેક સાતા, કિશોર રાજપૂત, દિનેશભાઈ વીરડા, કનકસિંહ ઝાલા સહીતના સંભાળી હતી તેમજ જીલ્લા પ્રેસ મીડિયા ઇન્ચાર્જ અરુણભાઈ નિર્મળની યાદીમાં જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here