વેરાવળ ખાતે એગ્રો ઇનપુટ એસો.ની બેઠક મળી ,જંતુનાશક દવાના ઓનલાઇન વેપારને નાબૂદ કરવા વેપારીઓની માંગ

0
83

વેપારીઓએ એજન્સીઓ છોડવાની પણ તૈયારી બતાવી !

ગીર સોમનાથ જિલ્લામાં જંતુનાશક દવા અને બિયારણના ઓનલાઈન થઈ રહેલ વેચાણ સામે વેપારીઓએ વિરોધ વ્યકત કર્યો હતો . જેને લઈ ગીર સોમનાથ જિલ્લા એગ્રો ઇનપુટ એસો.ની બેઠક મળી હતી . જેમાં આપણાં વેપારને ટકાવી રાખવા માટે સંગઠીત થઈ જંતુનાશક દવાના ઓનલાઈન વેપારને નાબુદ કરવાના ના સુત્રનું જિલ્લાના તમામ એગ્રો વિક્રેતાઓએ સમર્થન કરી વિરોધ નોંધાવ્યો હતો . આ બેઠકમાં જિલ્લામાં ઓનલાઈન દવાની એજન્સી ધરાવતા તમામ વેપારીઓએ તેમની એજન્સી છોડી દેવાનો નિર્ણય જાહેર કર્યો હતો.છેલ્લા થોડા સમયથી કૃષિ ક્ષેત્રે જંતુનાશક દવાઓના ઓનલાઈન વેંચાણ સામે દેશભરના એગ્રો વેપારીઓમાં રોષ પ્રસરેલ છે . જેને લઈ તાજેતરમાં વેરાવળમાં ગીર સોમનાથ જિલ્લા એગ્રો ઈનપુટ એસો.ની એક બેઠક મળી હતી . જેમાં જિલ્લામાં એગ્રો વેપાર સાથે જોડાયેલા 200 થી વધુ વેપારીઓ જોડાયા હતા . આ બેઠકમાં જિલ્લા પ્રમુખ રાજુભાઈ રૂપારેલીયાએ જણાવેલ કે , ગુજરાત AIWA ની એક બેઠક સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ મનમોહન કલંત્રીના અધ્યક્ષ સ્થાને મળી હતી . જેમાં ગુજરાત , રાજસ્થાન , મહારાષ્ટ્ર , મધ્યપ્રદેશના સંગઠનના હોદેદારો હાજર રહ્યા હતા.


જેમાં એગ્રો જંતુનાશક દવાઓના ઓનલાઈન વેંચાણના કારણે આગામી સમયમાં થનારા ગેરફાયદાઓ અંગે વિસ્તૃત ચર્ચાઓ કરી રણનીતી બનાવવામાં આવી હતી .જેમાં જંતુનાશક દવાઓના ઓનલાઈન વેંચાણની એજન્સી ધરાવતા ડીલર વેપારીઓએ એજન્સી મુકવી તથા ઓનલાઈન વેચાણથી થનાર નુકસાન અંગે ખેડૂતો અને વેપારીઓને જાગૃત કરવા મુહિમ ચલાવવાનો નિર્ણય લેવાયો હતો . આ મુહિમની શરૂઆત ગુજરાતથી કરવાનું નક્કી કરાયયેલ ત્યારબાદ દેશભરના દરેક રાજ્યમાં તબક્કાવાર મુહિમની શરૂઆત થશે . જે નિર્ણયની વિગતવાર માહિતી તથા દવાઓના ઓનલાઈન વેચાણથી થનાર ગેરફાયદાઓની જાણકારી વેરાવળમાં મળેલ બેઠકમાં જિલ્લાના એગ્રો વેપારીઓને આપવામાં આવી હતી.જેને સમજીને જિલ્લામાં ઓનલાઈન જંતુનાશક દવાઓની એજન્સી ધરાવતા તમામ વેપારીઓએ સ્ટેજ ઉપર આવી જાહેરમાં પોતાની એજન્સીઓ છોડીને ઓફલાઈન જ જંતુનાશક દવાઓનું વેચાણ કરશે તેવી જાહેરાત કરી હતી .જેને હાજર તમામ એગ્રો વેપારીઓએ આવકારી હતી.

અહેવાલ : પરાગ સંગતાણી (વેરાવળ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here