ગોંડલના વોરાકોટડા રોડ પર રહેણાક મકાનમાં એક શખ્સ દ્વારા બહારથી માણસો બોલાવી જુગાર રમાડાતો હોવાની બાતમીના આધારે સીટી પોલીસના ઇન્ચાર્જ પી.આઇ. કે. એન. રામાનુજ ના માર્ગદર્શન હેઠળ ગોંડલ સીટી પોલીસ સ્ટેશન ના સર્વેલન્સ સ્ટાફે પેટ્રોલીંગ દરમ્યાન જમાદાર જયદિપસિંહ ચૌહાણ ને મળેલી બાતમી ના આધારે દરોડા કાર્યવાહી કરવામાં આવતા અરવિંદ બટુકભાઇ મેવાળા રહે.વોરાકોટડા રોડ મફતીયા પરા ગોંડલ વાળો પોતાના રહેણાંક મકાને બહારથી માણસો ભેગા કરી પોતાના ધરે જુગાર રમાડતો હોવાની બાતમી ના આધારે દરોડો પાડવામાં આવતા અરવિંદ બટુકભાઇ મેવાળા જાતે-ભરવાડ ઉ.વ-૩૬ રહે-મફતીયાપરુ વોરાકોટડારોડ ગોંડલ, પુના રામભાઇ ગોલતર જાતે-ભરવાડ ઉ.વ-૩૦ રહે- મફતીયાપરુ વોરાકોટડારોડ ગોંડલ, વિમલ ધીરુભાઇ બાવરીયા જાતે-કોળી ઉ.વ-૨૯ રહે- મફતીયાપરુ વોરાકોટડારોડ ગોંડલ, કીશન જલાભાઇ બાંભવા જાતે-ભરવાડ ઉ.વ-૨૨ રહે- મણીબેનધારા નગર વોરાકોટડારોડ ગોંડલ, કૌશિક વિરેન્દ્રભાઇ ગોસ્વામી જાતે-બાવાજી ઉ.વ ૨૮ રહે- મફતીયાપરુ વોરાકોટડારોડ ગોંડલ, નીતેશ કાંતીભાઇ કુડલા જાતે-કુંભાર ઉ.વ્-૩૬ રહે- મફતીયાપરુ વોરાકોટડારોડ ગોંડલ વાળાઓને રોકડા રૂ. ૩૨૧૭૦ /- તથા કુલ મુદામાલ ૫૫૧૭૦/- કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ દરોડામાં પીઆઇ કે.એન. રામાનુજ, પીએસઆઇ ડી. પી. ઝાલા, હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ ચૌહાણ, વીશ્વરાજસિંહ ચુડાસમા, વીશાલભાઇ ગઢાદરા, અરવીદભાઇ વાળા, નરેન્દ્રસિંહ જાડેજા, યુવરાજસિહ ગોહીલ, દીવ્યરાજસિંહ જાડેજા, ખોડુભા ગોહિલ, રાજનભાઇ સોલંકી, જયસુખભાઇ ગારંભડીયા સહિતનાઓ જોડાયા હતા