સહકારી ક્ષેત્રની નાબોર્ડ બેંકના અધિકારીઓની અને હોદ્દેદારોની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ વિઠ્ઠલ રાદડીયાને યાદ કર્યા. રાજકોટ જિલ્લા બેંકના ચેરમેન જયેશ રાદડીયા, રાજ્યના કૃષિ મંત્રી આર.સી. ફળદુ તેમજ સહકારી ક્ષેત્રના આગેવાનોની બેઠક યોજાઇ હતી.
તેમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ઓનલાઇન મિટિંગમાં સંબોધન કરતા રાદડિયા પરિવારના ખબર અંતર પુછ્યા હતા. ઓનલાઇન સેશનમાં મોદીએ જણાવ્યુ હતુ કે જયેશ ક્યા છે દેખાતો નથી, બધુ બરાબર છે? વિઠ્ઠલભાઈને એક વર્ષ પુર્ણ થયુ, પરિવાર મજામા છે ? એમ કહીને ખબર અંતર પુછ્યા હતા.