સરકારી વિનયન કોલેજ, શહેરા માં 76 માં સ્વાતંત્ર્ય પર્વની ધામ ધૂમ થી ઉજવણી કરવામાં આવી

0
153

આજ રોજ 15મી ઑગસ્ટ,2022 ના રોજ આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા અને 76 માં સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી હતી.

ભારત સરકાર દ્વારા ‘ હર ઘર ત્રિરંગા ‘ કાર્યક્રમ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે અત્રેની કોલેજ દ્વારા પણ વિવિધ કાર્યક્રમો જેમ કે પેઇન્ટિંગ સ્પર્ધા, ત્રિરંગા પર ગીત સ્પર્ધા, ભારતના રાષ્ટ્રધ્વજની વિકાસ યાત્રા , ત્રિરંગા પર ક્રિએટિવ પ્રવૃત્તિ જેવા કાર્યક્રમો નું આયોજન આ દરમિયાન કરવામાં આવ્યું હતું. આજ રોજ આચાર્યશ્રી ડો.વિપુલ ભાવસાર સાહેબે ભારતને આઝાદી મળી તે પ્રસંગ ને યાદ કર્યો હતો અને શહીદો ને નમન કર્યા હતા, તેમજ ભારત દેશ હાલ માં જે પ્રગતિ કરી રહ્યો છે જેમ કે આત્મનિર્ભર ભારત, સ્ટાર્ટ અપ, પ્લેસમેન્ટ, ફિનીશિંગ સ્કૂલ , ઇનોવેશન ક્લબ જેવી પ્રવૃત્તિ ઑ વિશે માહિતી આપી હતી. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન પ્રા. ભૂમિ બેન ગુર્જર, એન સી.સી. ઓફિસર લેફ્ટ. કર્ણ સિંહ જાદવ એ કર્યું હતું.અને આભાર વિધિ સી.ટી. ઓ. ડો.ઉર્વશી ઉંમરેઠિયાએ કર્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here