પાલનપુરથી આબુરોડના હાઇવે પર ભરાયા ઘૂંટણસમા પાણી

0
245

ચાર પાંચ કિમી સુધી ટ્રાફિક જામ

બનાસકાંઠા : જિલ્લામાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ વરસી રહ્યો છે. આ સાથે ઉપરવાસમાંથી પણ સતત પાણી આવી રહ્યું છે. જેના કારણે બાલારામ નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. આ સાથે પાલનપુરથી આબુ રોડ તરફ જવાના હાઇવે પર પણ ચાર ફૂટ જેટલા પાણી ભરાઇ ગયા છે. જેના કારણે મલાણા ચોકડી પાસે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે.

પાલનપુરથી આબુ રોડ તરફ જવાના હાઇવે પર ચાર ફૂટ પાણી ભરાતા સાતથી આઠ કલાકથી ટ્રાફિક જામ થયો છે. ચાર ફૂટ જેટલા પાણી ભરાતા મલાણા ચોકડી પાસે ચારથી પાંચ કિલોમીટર ટ્રાફિક જામ થયો છે. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

રાજ્યમાં આગામી 24 કલાક હજી ભારે ભાખી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ પ્રમાણે, ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકના વરસાદની વાત કરીએ તો, અમીરગઢ માં 5 ઇંચ, ડીસામાં 7 ઇંચ, કાકરેજમાં 4 ઈંચ, દાંતા માં 6 ઇંચ, દાંતીવાડામાં 6 ઇંચથી વધુ, દિયોદરમાં 6 ઇંચ, ધાનેરા અને પાલનપુરમાં 4 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. પાછલા બે કલાકમાં આમિર ગઢમાં સવા બે ઇંચ, ડીસામાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે.

ડીસામાં 7.28 ઇંચ વરસાદ – બનાકાંઠા જિલ્લામાં 24 કલાકમાં પડેલા વરસાદના આંકડા જોઇએ તો, અમીરગઢમાં પાંચ ઇંચ, કાંકરેજમાં ચાર ઇંચ,ડીસામાં 7.28,થરાદમાં બે ઇંચ,દાંતામાં 5.72 ઇંચ, દાંતીવાડામાં 6.52 ઇંચ, દિયોદરમાં 5.64,ધાનેરામાં ચાર ઇંચ,પાલનપુરમાં ચાર ઇંચ,ભાભરમાં 63, મીમી,લાખનીમાં 74 મીમી, વડગામમાં 152 મીમી, વાવમાં 74 મીમી, સુઇગામમાં 55મીમી વરસાદનોંધાયો છે.

બનાસકાંઠા સહિત ઉપરવાસમાં ભારે વરસાદને લઈ બાલારામ નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. બાલારામ નદીમાં વહેણ વધતા દર્શનાર્થીઓને નદી નજીક ન જવા સૂચના આપવામાં આવી છે. મોડી રાત્રે પડેલા ભારે વરસાદને લઈ નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે.

(બનાસકાંઠા)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here