રાજકોટ. કોઠારિયા રોડ પર આવેલા ગોપાલપાર્ક-2માં ચંદ્રિકા ચોટલિયા નામની મહિલાએ તેના રહેણાક મકાનમાં જુગાર ક્લબ શરૂ કરી હોવાની માહિતીના આધારે ભક્તિનગર પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં તીનપત્તીનો જુગાર રમતા ચંદ્રિકાબેન ઉપરાંત મંજુબેન ગુજરાતી, સ્વિટી ડાંગર, કોકીલા ચોટંગિયા, જયશ્રી પરમાર, હંસા દાવેરા, લાભુ નટુભાઇ પરમાર અને નિલેષ પ્રભુદાસ માંડલિયાને પકડી પાડ્યા હતા. પોલીસે પટમાંથી રોકડા રૂ.38,400ની રોકડ કબજે કરી છે.