પાંડવોએ સ્થાપેલા ટપકેશ્વર મહાદેવ મંદિરનો કુદરતી સૌંદર્યથી ભરપૂર આકાશી નજારો ડ્રોન કેમેરામાં કેદ

0
388

આ વિસ્તારમાં મેઘરાજાએ અપાર હેત વરસાવીને પ્રકૃતિને ભરપૂર બનાવી દીધી ઉપલેટા. ઉપલેટા નજીક આવેલા ટપકેશ્વર મહાદેવ મંદિરનો આકાશી નજારો ડ્રોન કેમેરામાં કેદ થયો છે. કુદરતી સૌંદર્યથી ડુંગરાળ વિસ્તારમાં આવેલા આ મંદિરની સ્થાપના પાંડવોએ કરી હોવાનું અનુમાન છે. મહાદેવ મંદિરના પૂજારી નંદગીરી બાપુના જણાવ્યા અનુસાર શ્રાવણ મહિનામાં મહાદેવની પૂજા-અર્ચના અને વિશેષ આરતી કરવામાં આવે છે. મહાદેવના શિવલિંગની ઉપર સ્વયંભૂ પાણીનો અભિષેક થાય છે. ડુંગરાળ વિસ્તાર અને પ્રકૃતિ વચ્ચે આવેલું આ મહાદેવનું અલૌકિક અને પ્રાચીન અને ઐતિહાસિક મંદિરના દર્શને કરવા સૌરાષ્ટ્રમાંથી લોકો આવે છે.

ઉપલેટાથી 35 કિલોમીટર દૂર મંદિર આવેલું છે
ઉપલેટાથી 35 કિલોમીટર દૂર આ ડુંગરાની તળેટીમાં મંદિર આવેલું છે. જામજોધપુર તાલુકાના વડેખાણ ગામથી 3થી-4 કિલોમીટર અંદર ડુંગરા પર મંદિર આવેલું છે. ટપેકેશ્વર મહાદેવ નામ 12 મહિના શિવલિંગ પર સ્વયંભૂ પાણી પડતું હોવાથી પડ્યું છે.

આકાશમાંથી લીધેલી ટપકેશ્વર મહાદેવ મંદિરની અદભૂત તસવીર

ઝરણાંઓ ડુંગરની પ્રાકૃતિક સૌંદર્યમાં વધારો કરે છે
ડુંગર ઉપરથી પડી રહેલા પાણીના આ ઝરણાંઓ ડુંગરની પ્રાકૃતિક સૌંદર્યમાં ખૂબ જ વધારો કરી રહ્યા છે. તળેટીથી ઉપર તરફ આવેલા ટપકેશ્વર મહાદેવના મંદિર તરફ જતા જતા તો ચારે તરફથી વાતાવરણ સહેલાણીનું મન મોહી લે છે. ટપકેશ્વર મહાદેવ મંદિર તરફ જતા વચ્ચે આવતા અને સોળે કળાએ ખીલેલા ફૂલો મનને પ્રફુલ્લિત કરી દે છે. ખીલેલા આ ફૂલો ઉપર ઉડી રહેલા પતંગિયા જાણે કે પ્રેમનો સંદેશો આપતા હોય તેવો ભાસ થાય છે. ઓસમ ડુંગરનું મોહક વાતાવરણ હાલ તો જાણે કે અહીં જ સ્વિત્ઝર્લેન્ડ હોય તેવો ભાસ કરાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here