કોરોનાની રસી બજારમાં આવે તો પણ બધા સુધી પહોંચતાં 2 વર્ષ લાગશે, ત્યાં સુધી માસ્કથી જ બચાવ: પૂનાવાલા

0
260
  • મારી માતાએ મને હંમેશાં ગરીબોની મદદ કરવાનું શીખવ્યું છે, મારા સંતાનોને પણ હું આ જ શીખવીશ: પૂનાવાલા
  • રેગ્યુલેટરી સિસ્ટમમાં ઝડપ આવી, જે કામોમાં 1 વર્ષ લાગતું તે હવે 3-4 દિવસમાં થઇ જાય છે

નવી દિલ્હી. વિશ્વની સૌથી મોટી વેક્સીન ઉત્પાદક કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના સીઇઓ અદર પૂનાવાલાનું કહેવું છે કે કોરોનાની રસી બજારમાં આવી જાય તો પણ દરેક ભારતીય સુધી તે પહોંચતાં 2 વર્ષ લાગશે. જોકે, આપણે નિશ્ચિંત નથી થવાનું. કોરોનાથી બચવા માટે માસ્ક પહેરવો, બે હાથનું અંતર રાખવું – વગેરે જેવી ટેવો સાથે જીવવું પડશે. મીડિયા પ્લેટફોર્મ ‘ઇન્ક્વાયરી’ માટે વરિષ્ઠ પત્રકાર શોમા ચૌધરી સાથેની તેમની ખાસ વાતચીતના સંકલિત અંશ…

ટ્રાયલમાં 90% ઇમ્યુન રિસ્પોન્સ, કોઇ સાઇડ ઇફેક્ટ નહીં
પૂનાવાલાએ કહ્યું કે અત્યાર સુધી રસી પર જે સ્ટડી કરાયો તેનાથી જાણવા મળ્યું કે ઇમ્યુન રિસ્પોન્સ 90% જેટલો છે. ત્રીજા તબક્કાની ટ્રાયલના રિઝલ્ટ બાદ સ્થિતિ વધુ સ્પષ્ટ થશે. રસીની કોઇ સાઇડ ઇફેક્ટ પણ નથી. 2-3 મહિનામાં હ્યુમન ટ્રાયલમાં તેની સફળતા સાબિત થશે ત્યારે અમે સેલિબ્રેટ કરીશું.

દેશમાં નિમ્ન વર્ગની દરેક વ્યક્તિ સુધી રસી પહોંચાડીશું
રસી માટે અમે 1,500 કરોડ રૂ. ખર્ચ્યા છે. સૌથી મોટા રસી ઉત્પાદક હોવાના કારણે અમારી ફરજ પણ છે કે સમાજના છેવાડાના વર્ગ સુધી રસી સરળતાથી પહોંચે. માનવતા અમારી પહેલી પ્રાથમિકતા છે. મારી માતાએ મને હંમેશા ગરીબોની મદદ કરવાનું શીખવ્યું છે. હું પણ મારા સંતાનોને તે જ શીખવીશ.

દેશમાં નિમ્ન વર્ગની દરેક વ્યક્તિ સુધી રસી પહોંચાડીશું
મહામારીએ શીખવ્યું કે જો સ્વાસ્થ્ય નહીં હોય તો બીજું કોઇ સેક્ટર પણ નહીં હોય. કોઇ પણ રસી બજારમાં આવતાં 3-4 વર્ષ જેટલો સમય લાગતો હતો. જોકે, હવે રેગ્યુલેટરી સિસ્ટમ ઝડપથી કામ કરી રહી છે. જે કામોમાં 1 વર્ષ વીતી જતું તે હવે 3-4 દિવસમાં થઇ રહ્યા છે. ક્લિયરન્સ તરત મળી રહી છે.

બિલ ગેટ્સ આદર્શ, મદદ ભૂલી ન શકીએ…
બિલ ગેટ્સ મારા આદર્શ છે. તેમની પાસેથી હું હંમેશા કંઇક શીખ્યો છું. ચેક ફાડીને આપી દેવો એ જ ચેરિટી નથી. મહત્ત્વનું એ છે કે તમે કોઇ આફત સમયે વિશ્વને કેટલો સમય આપો છો? રસી બનાવવામાં તેમણે કરેલી મદદને દુનિયા ભૂલી નહીં શકે.

બિલ ગેટ્સ આદર્શ, મદદ ભૂલી ન શકીએ…
પહેલું લૉકડાઉન જરૂરી હતું પણ હવે તે તેટલું કારગત સાબિત નહીં થાય. તેનાથી દેશનું અર્થતંત્ર પડી ભાંગશે. નાના દુકાનદારો, રોજ કમાઇને રોજનું ખાનારા માટે રોજી-રોટીનું સંકટ ઊભું થઇ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here