વેવાઈ-વેવાણ, જેઠ-દેરાણી પછી સાસુ જમાઈના પ્રેમમાં પડી, લગ્નની જીદ્દ કરી

0
1788

છેલ્લા ઘણા સમયથી સમાજમાં કેટલીક વિચિત્ર ઘટનાઓ લોકો સમક્ષ આવી રહી છે. થોડા સમય અગાઉ સુરતમાં એક શરમજનક ઘટના બની હતી. વેવાઈ વેવાણની ઘટના પછી પરિણિત મોટો ભાઈ તેના જ નાનાભાઈની પત્નીને લઈને ભાગી ગયો હતો. ખુદ મોટાભાઈને પોતાને સંતાનો હતા તેનો પણ જરા વિચાર કર્યા વગર ભરેલું આ પગલું પરિવાર માટે હવે મોટું જોખમ ઊભું કરી ગયું હતું. હવે આવી જ સ્થિતિ અમદાવાદની એક દીકરી સાથે બની છે અને તેના સંતાનોના પણ જીવનમાં ખુદ તેની સગી માતાએ જ આગ લગાવી દીધી છે.

ઘટના એવી છે કે અમદાવાદના પૂર્વના એક વિસ્તારમાં રહેતી 55 વર્ષિય રંજનાબેનને તેની દીકરી સ્વેતાના પતિ એટલે કે પોતાના જમાઈ સ્વપનીલ સાથે પ્રેમ થઈ ગયો છે. રંજના કોઈનું કોઈ બહાનું કરતી અને જમાઈ અને દીકરીને ઘરે બોલાવ્યા કરતી હતી. જોકે પહેલા તો દરેકને આ બાબતમાં પૂત્રી પ્રેમ દેખાયો હતો, પણ જમાઈ સ્વપનીલ પણ ક્યારેક ક્યારેક કોઈ કારણ-પ્રસંગ વગર સાસુને મળવા ત્યાં સાસરે જવાની જીદ કર્યા કરવા લાગ્યો.

આવી મુલાકાતો થતી રહેતી હતી. સાસુ એટલે કે રંજના જમાઈ સાથે સમય વિતાવવા જ્યારે તેઓ ઘરે આવે ત્યારે દીકરી સ્વેતાને કાંઈકને કાંઈક વસ્તુ લેવા માટે બહાર મોકલી દેતી. આ સમયે સાસુ અને જમાઈને એકલા સમય મળી જતો અને તેઓ એકાંતનો લાભ લઈ પોતાના પ્રેમને આગળ વધારવા લાગ્યા હતા. જોકે આવું ત્રણ વર્ષ ચાલ્યું. પણ બધાને એવું કે સાસુને જ્યાં માતા કહેવાતી હોય અને જમાઈને જ્યાં દીકરો મનાતો હોય તેવા સમાજમાં થોડું શંકા થાય. જોકે તેવું ન્હોતું આ શબ્દોનો મર્મ આ બંને સમજ્યા ન્હોતા અને તેઓ ન કરવાનું કરવા લાગ્યા હતા અને માતાએ ખુદ પોતાની દીકરીના જ જીવનનું પણ વિચાર્યું નહીં કે જમાઈએ ખુદ પોતાના સંતાનોનું વિચાર્યું નહીં. વાત ત્યાં સુધી પહોંચી કે જ્યારે અનલોક 1 આવ્યું ત્યારે ઘણા સમયથી સાસુને ન મળી શકેલો જમાઈ તલપાપડ થવા લાગ્યો હતો.

અનલોક વખતે જ્યારે તેઓ મળવા ગયા ત્યારે તે જ રીતે સ્વેતાને બજારમાં કાંઈક લેવા મોકલી દીધી… પણ આ વખતે સ્થિતિ એવી બની કે ત્યાં નજીકમાં રહેતા એક વ્યક્તિએ સ્વેતાને તેની માતા રંજના અને પતિ સ્વપનિલ વચ્ચેના સંબંધો અંગે માહિતી આપી દીધી. જોકે સ્વેતાને પહેલા તો વિશ્વાસ થયો નહીં પણ પછી ખરાઈ કરવા તે દર વખત થતાં ચોક્કસ સમય પહેલા તે બજારમાંથી પાછી ફટાફટ ઘરે આવી ગઈ, તેણે પોતાની નજરે માતા રંજના પતિ સ્વપ્નીલને પ્રેમ કરતાં હોવાનું જોઈ ગઈ. તેણે જ્યારે આ પોતાની આંખે જોયું ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ.  તેણે સીધી ચીસ પાડી, બાબતનો ઝઘડો શરૂ થયો. રંજનાએ સંપષ્ટ કહી દીધું કે મારે તેની સાથે લગ્ન કરવાના છે, તું રહેવું હોય તો રહી શકે છે, નહીંતર જા.

જોકે અહીં જ્યારે આ સ્થિતિ આવી ત્યારે સ્વેતાએ હેલ્પલાઈનને ફોન કર્યો અને મદદ માગી ત્યારે હેલ્પલાઈન કાઉન્સીલરે તેમને સમજાવવાના શરૂ કર્યા તો આખી બાબત સમજવાને બદલે સાસુ રંજનાએ તો સીધો લગ્નનો પ્રસ્તાવ મુકી દીધો. સાસુએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે હું તો એકલી છું, મને સ્વપ્નીલની જરૂર છે. કાઉન્સીલરે જમાઈ સ્વપ્નીલને પણ સજાવવાનો પ્રયત્ન કર્યો તો કાંઈ નક્કર પરિણામ મળી શક્યું નહીં. તેણે પત્ની સ્વેતાને કહી દીધું કે મને રંજના ગમે છે મારે તારી સાથે નથી રહેવું. જોકે છતાં સમજાવટ ચાલુ રાખી પણ રંજના એકની બે થવાનું નામ ન લે, બસ જમાઈ સાથે લગ્ન કરવાની એવી જીદ પકડી કે આખરે પોલીસની મદદ લેવાનું નક્કી થયું. દીકરીએ પોલીસ સમજ વિનંતિ કરતાં અરજી કરી અને આ ઘટનામાં પોતાની મદદ કરવાનું કહ્યું છે. આ આખી ઘટનામાં દીકરીના સંતાનોની પણ હાલત કફોડી બની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here