ગુજરાત: ચુંટણી પુર્વે રાજ્યના પોલીસબેડામાં મોટા પાયે બદલી, જાણો 113 PI ની ફરજનું નવું સ્થળ કયું હશે(113 PI Transfer)

0
633

રાજ્યમાં ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ વિભાગીય અને વહીવટી બદલીઓનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. તાજેતરમાં વડોદરામાં 6 જેટલા PI ની આંતરિક બદલી કરવામાં આવી હતી. આ ઘટનાના ગણતરીના દિવસો બાદ આજે 113 પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલીના ઓર્ડર જારી કરવામાં આવ્યા છે. ચૂંટણી પહેલા અત્યાર સુધીની આ મોટી બદલીઓ પૈકી એક માનવામાં આવી રહી છે. આ બદલીને જોતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓની બદલી પણ હાથવેંતમાં હોવાનું અનુમાન જાણકારો લગાવી રહ્યા છે. જો કે ચૂંટણી પહેલા મોટા પાયે બદલી કોઈ નવી વાત નથી.