લુણાવાડામાં નવરાત્રી મેળાને ખૂલ્લો મુકતા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી જયોતિકાબેન પટેલ

0
120

લુણાવાડામાં નવરાત્રી મેળાને ખૂલ્લો મુકતા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી જયોતિકાબેન પટેલ સ્વ-સહાય જૂથોની બહેનો દ્વારા ઉત્પાદિત વસ્તુઓનું છ દિવસ સુધી વેચાણ સહ પ્રદર્શન

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મહિસાગર લુણાવાડા દ્વારા આયોજિત નવરાત્રી મેળા અંતર્ગત આજરોજ તાલુકા પંચાયત, લુણાવાડા ખાતે સ્વ સહાય જુથની બહેનો દ્વારા સ્વ ઉત્પાદિત ચીજ વસ્તુના વેચાણ માટે તેમજ મહિલાઓની આજીવિકામાં વધારો થાય તેવા હેતુથી નવરાત્રી મેળા-૨૦૨૨નું આયોજન કરવામાં આવ્યુ. જેમાં લુણાવાડા તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા મેળાનું ઉદઘાટન કરવામાં આવ્યું જેમાં 10 જેટલા સ્વ સહાય જૂથનાં નવરાત્રી મેળા સ્ટોલ જોડાયા હતા.


આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી જયોતિકાબેન પટેલ નવરાત્રી મેળાના વિવિધ સ્ટોલ્સની મુલાકાત લઈ સખી મંડળની બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા. સ્વસહાય જુથની મહિલાઓ સ્વાવલંબી બને, આજીવિકામાં વધુ સુધારો આવે અને ગરીબીમાંથી બહાર આવે એ હેતુથી ‘રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન યોજના’ની શરૂઆત કરવામાં આવી છે. ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબોની મહિલાઓને સ્વસહાય જુથોમાં સંગઠીત કરી તેઓને બચત તથા બેંકો સાથે જોડી વધુ ધિરાણ આપી એક સુવ્યવસ્થિત પ્રક્રિયા દ્વારા કૌશલ્યવર્ધન તાલીમ અને માર્કેટીંગ સાથે જોડાણ કરી સખી મંડળની બહેનોને આર્થિક રીતે પગભર કરવા કેશ ક્રેડિટ આપવામાં આવે છે.


દિનદયાળ અંત્યોદય રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા તાલુકા પંચાયત કચેરી,લુણાવાડા ખાતે આયોજિત આ નવરાત્રી મેળામાં શહેર – જિલ્લાની સ્વ-સહાય જૂથોની બહેનો દ્વારા વિવિધ કલાત્મક વસ્તુઓનું તા.૨૭ નવેમ્બર સુધી પ્રદર્શન વેચાણ કરવામાં આવશે. આ મેળામાં લોકો ઘર આંગણે સુશોભન, પરંપરાગત વસ્ત્રો, આયુર્વેદિક સહિતની હસ્તકળાની વસ્તુઓની ખરીદી કરી શકશે.

અહેવાલ : નિલેશ પટેલ (મહિસાગર)