જાણવા જેવું !! / દુર્વાસા ઋષીનાં શ્રાપથી કૃષ્ણ-રુકમણી વચ્ચે આવ્યું હતું સોશિયલ ડીસ્ટન્સ જે આજે પણ જળવાય છે

0
580
  • અમરાવતીની રાજકુમારી રૂકમણીએ પોતાનું હરણ કરવા ભગવાન કૃષ્ણને લખેલો પત્ર આજે પણ શયન આરતીમાં વંચાય છે
  • ભગવાન અને રૂકમણી પોતે ઘોડાની જગ્યાએ ગાડું ખેંચીને દુર્વાસા ઋષિને દ્વારકા લાવતા હતા ત્યારે મળ્યો હતો શ્રાપ
  • પગનો અંગૂઠો જમીનમાં મારી ભગવાને ગંગાજીને પ્રગટ કર્યા, રૂકમણી ને પોતાની તરસ છીપાવી પણ દુર્વાસાને ભૂલી ગયા

રૂકમણી મંદિરમાં છેલ્લા 20 વર્ષથી પૂજારી તરીકે સેવા આપતા જયેશભાઈ દવેએ જણાવ્યું હતું કે,રૂકમણી માતાના પત્રનો શ્રીમદ ભાગવતના 10મા સ્કંધમાં ઉલ્લેખ છે.અમરાવતીની રાજકુમારી રૂકમણીના લગ્ન તેમના પિતાએ શિશુપાલ સાથે નિર્ધારિત કર્યા હતા. આ સંબંધ મંજૂર ન હોવાથી રૂકમણીએ મનથી ભગવાન શ્રીકૃષ્ણને પતિ માનીને પોતાનું પાણિગ્રહણ કરવા સુદીર નામના બ્રાહ્મણ દ્વારા દ્વારકા ભગવાન શ્રીકૃષ્ણ પાસે પત્ર પહોંચાડ્યો હતો.આ પત્રમાં રૂકમણીએ પોતાના મનોદશા વ્યક્ત કરી હતી અને દ્વારકાધીશને સમગ્ર સંસાર પર કૃપા કરે છે તેવી રીતે પોતાની પર કૃપા કરીને પાણિગ્રહણ કરવા વિનંતી કરી હતી. ચૈત્ર સુદ એકાદશીએ ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીના લગ્ન થયા હતા.

રૂકમણી મંદિરમાં છેલ્લા 20 વર્ષથી પૂજારી તરીકે સેવા આપતા જયેશભાઈ દવે

દ્વારકાથી ત્રણ કિલો મીટર દૂર આવેલું રૂકમણીનું મંદિર

દુર્વાસા ઋષિએ 2 શ્રાપ આપ્યા, જેના કોપથી ભગવાન પણ બચી ન શક્યા

દુર્વાસા ઋષિને લાગ્યું કે ભગવાન અને તેમના પત્ની બંને સ્વાર્થી છે કારણ કે તેમણે પોતાની તરસ તો ગંગાજીની ધાર વડે છીપાવી દીધી પણ ગુરુને આગ્રહ સુદ્ધાં ન કર્યો. આથી ક્રોધે ભરાઈને દુર્વાસા ઋષિએ બે શ્રાપ આપ્યા. ઋષિએ પહેલો શ્રાપ એ આપ્યો કે ભગવાન અને રૂકમણીને 12 વર્ષના વિયોગ થશે અને બીજો શ્રાપ આપ્યો કે, દ્વારકા ભૂમિનું પાણી ખારું થઈ જશે. આ કારણથી જ રૂકમણી પટરાણી હોવા છતાં તેમના નિવાસ માટે આ મંદિર બનાવાયું એવી લોકવાયકા છે. જ્યારે 12 વર્ષ પછી ઋષિ દુર્વાસાની પૂજા કરીને બંને પાછા દ્વારકામાં ગયા હતા. અહીં રૂકમણી મંદિરે આવીને માતાજીના પ્રસાદ તરીકે મંદિરમાં પાણી પીવે અને પછી પાણીનું દાન કરે તો ભક્તની 71 પેઢીનું તર્પણ થાય છે તેવી પણ માન્યતા છે.

રૂકમણી મંદિરના પૂજારી કહે છે, ભક્તો વિના ભગવાન પણ બોર થઈ જાય

છેલ્લા 500 વર્ષમાં પહેલીવાર એવું બન્યું છે કે જન્માષ્ટમી પર્વ ટાણે જ જગત મંદિર અને રૂકમણી મંદિર બંધ રહ્યા છે. અહીં દર વર્ષે આઠમ-નોમ પર યાત્રીકો લાખોની સંખ્યામાં આવે છે. દર વર્ષે ચાર દિવસમાં 5 લાખથી વધુ દર્શનાર્થીઓ આવે છે. તેમના આગમનથી અનેરો ઉત્સાહ ફેલાય છે પણ આજે જન્માષ્મી જેવું લાગતું જ નથી. ખરું કહું તો ભક્તો એ જ મંદિરની શોભા છે અને ભક્તો વિના ભગવાન પણ બોર થઈ જાય છે, એમ પૂજારી જયેશભાઈએ કહ્યું હતું.