બદલેલ મુદામાલ લઈ જવા દબાણ કરી માર મારનાર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. જનકસીહ રાણા તથા કિશોર ઘુઘલ વિરૂધ્ધ ફોજદારી કેસ રજીસ્ટરે લઈ બંને વીરૂધ્ધ પ્રોસેસ ઈશ્યુ કરતી અદાલત

0
174

ગાંધીગ્રામ પોલીસે સુપ્રિમ કોર્ટ, હાઈકોર્ટ, ગૃહવિભાગ ની સી.સી.ટી.વી. કેમેરા સબંધેની ગાઈડલાઈનનુ પાલન ન
કરવાના કારણે પ્રકરણ ખુબ જ ચર્ચાના એરણે રહેલ છે.


નામદાર અદાલતના હુકમના આધારે મુદામાલ સીંગતેલના ડબ્બા છોડાવવા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને જનાર
ફરીયાદી હિતેશભાઈ ભાગીયા તથા તેના બંને ભાઈઓને સીંગતેલ ના ડબ્બાની જગ્યાએ કપાસીયા તેલના ટુટેલા નુકશાની વાળા ડબ્બા લઈ જવા ફરજ પાડી માર મારનાર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. જનકસીહ રાણા તથા કિશોર ઘુઘલ સહીતના તપાસમા ખુલવા પામે તે લોકો સામે થયેલ ફરીયાદના કામે રાજકોટના મહે. એડી. ચીફ જયુડી મેજી. સાહેબે
જનક્સીહ રાણા તથા કિશોર ઘુઘલ સામે ફોજદારી કેસ રજીસ્ટરે લઈ પ્રોસેસ ઈશ્યુ કરતો હુકમ ફરમાવતા પોલીસ બેડામા
ચર્ચાનો વિષય બની ગયેલ છે.
બનાવની હકીકત જોઈએ તો ટંકારા તાલુકાના હરોપર ના રહીશ હિતેશ જાદવજીભાઈ ભાગીયાએ પી.એસ.આઈ.
જનક્સીહ જી. રાણા, પોલીસ કોન્સ્ટેબલ કેશોર લક્ષમણભાઈ ઘુઘલ તથા તપાસમા ખુલવા પામે તે તમામ સામે રાજકોટની
અદાલતમાં એ મતલબની ફરીયાદ દાખલ કરેલ કે ફરીયાદોએ અદાલત સમક્ષ માંગણી કરેલ મુદામાલ ના કામે પોલીસે
સીંગતેલ ના ડબ્બા સબંધે અદાલતમાં અભીપ્રાય રજુ કરેલ અને નામદાર અદાલતે તે મુદામાલ ફરીયાદીને સોપવા હુકમ કરેલ
તે મુદામાલ પોલીસે સોપવાની જગ્યાએ ટુટેલી હાલત વાળા કપાસીયા તેલના ડબ્બા લઈ જવા ફરીયાદી સહીતનાઓને ફરજ
પાડી બે રહેમીથી માર મારેલ ના ફોટા સહીત અદાલત સમક્ષ રજુ કરતા અદાલતે પોલીસ સ્ટેશનના સી.સી.ટી.વી. ફ્ટેજ
સહીત રજુ કરવા કરેલ આદેશ ની પણ અવગણના કરતા તે સબંધે ફરીયાદીએ ફરી અરજી આપતા તેની પૂર્તતા કરવા કરેલ
હુકમની પણ અવગણના કરી નામદાર સુપ્રીમકોર્ટ તથા હાઈકોર્ટ અને ગૃહ વિભાગને પરીપત્રને ઘોળીને પી જનાર કાનુની
રખેવાડ પોતે કાયદાનુ પાલન કરતા ન હોય અને પ્રજાને પાલન કરાવવા ફરજ પાડતા હોય જેથી ગુનો આચરનારાઓ વિરૂધ્ધ
કાયદેસર કાર્યવાહી થવા ફરીયાદ કરેલ હતી.
ઉપરોકત ફરીયાદ અનુસંધાને ફરૌયાદીના વકીલ ધ્વારા અદાલત સમક્ષ એવી રજુઆત કરવામા આવેલ કે ગાંધીગ્રામ
પોલીસ સ્ટેશનમાં ફરીયાદી તથા તેના ભાઈને અન્ય સાહેદોની હાજરીમા પી.એસ.આઈ. જે.જે.રાણ। તથા કોન્સ્ટેબલ કિશોર
ઘુઘલ ધ્વારા માર મારવામાં આવેલ હોય અને ગેરકાયદેસર અટકાયતમા રાખેલ હોય તે હકીકતો પોલીસે રજુ કરેલ
સી.સી.ટી.વી. ફુટેજ પરથી સ્પષ્ટ અનુમાન થઈ શકે છે પોલીસે સુપ્રીમકોર્ટ, હાઈકોર્ટ, ગૃહવિભાગ ની સી.સી.ટી.વી. ફૂટેજ
સબંધેની ગાઈડલાઈન્સનુ પાલન કરેલ ન હોવાનુ પણ રેકર્ડપર ફલીત થાય છે એટલુ જ પુરતુ ન હોય નામદાર અદાલત ના
સમયાંતરેના હુકમોને પણ પોલીસ ઘોળીને પી ગયેલ નુ પણ રેકર્ડપર છે જયારે આ બે પોલીસ વાળા ધ્વારા માર મારવામાં
આવેલ તે વખતે હાજર પોલીસ ધ્વારા માર મારતા અટકાવવા નહી તે પણ ગુનામાં મદદગારી સમાન ગણાય ત્યારે લાગતા
વળગતા તમામ સામે ફોજદારી કેસ રજીસ્ટરે લઈ પ્રોસેસ ઈશ્યુ કરવા માટે પ્રથમ દર્શનીય કેસ હોય જેથી સબંધીતો સામે
કાર્યવાહી કરવા રજુઆતો કરવામા આવેલ.
ફરીયાદ પક્ષની રજુઆત તથા રેકર્ડ વંચાણે લીધુ ફરીયાદ અનુસંધાને ફરીયાદીને વેરીફીકેશન લેવામા આવેલ જેમા
ફરીયાદીએ તેઓ તથા તેના ભાઈઓને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ગેરકાયદેસર ગોંધી રાખી માર માર્યા અંગેની રજુઆતો કરેલ છે તેમજ ગાંધીગ્રામ પો. સ્ટેના બનાવના અરશાના સી.સી.ટી.વી. ફટેજ રજુ કરવા કરેલ માંગણી અન્વયે અદાલતના આદેશ બાદ પોલીસે કેમેરા બંધ હોવાનો રીપોર્ટ કરેલ બાદ કેમેરાની ફુટેજ રજુ કરેલ પરંતુ ડી સ્ટાફ રૂમના કેમેરાને સી.સી.ટી.વી. ફટેજ રજુ કરેલ ન હોય ફરીયાદી સહીતનાઓને જાનથી મારી નાખવાની ધમકી આપી ગેરકાયદેસર અટકાયતમાં રાખેલ હોવાનુ જણાય છે હાલના કામેના રજુ થયેલ રેકર્ડપરથી આરોપીઓ વિરૂધ્ધ પ્રોસેસ ઈશ્યુ કરવા જેટલો રેકર્ડપર પુરાવો જણાય છે સુપ્રીમકોર્ટના ચુકાદાની હકીકતો લક્ષે લેતા હાલના તબકકે પી.એસ.આઈ. જનકસીહ જી. રાણા તથા પોલીસ કોન્સ્ટેબલ કિશોર લક્ષમણભાઈ ઘુઘલ નાઓ વિરૂધ્ધ પ્રોસેસ ઈશ્યુ કરવા જેટલો પ્રથમ દર્શનીય પુરાવો હોય ફરીયાદીની ફરીયાદ ફોજદારી કેસ રજીસ્ટરે દાખલ કરવાનો હુકમ કરી બંને વીરૂધ્ધ ઈ.પી.કો. કલમ – ૩૨૩, ૫૦૪, ૫૦૬ ( ર ), ૩૪૧ હેઠળ પ્રોસેસ ઈશ્યુ કરતો હુકમ ફરમાવેલ છે.
ઉપરોક્ત કામના ફરીયાદી હિતેષભાઈ ભાગીયા વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ
શાહી, ચેતન ચોવટીયા, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા, કિશન માંડલીયા, ભાવીક ફેફર, મીહીર દાવડા તથા મદદમા યુવરાજ વેકરીયા, જય પીઠવા, નીરવ રોંગા, કેતન પરમાર, ભરત વેકરીયા, પ્રીન્સ રામાણી રોકાયેલ હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here