ગીર સોમનાથ જિલ્લા પોલીસ ભવન ખાતે પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા સહિત શીર્ષ અધિકારીગણ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું

0
102

વિજયા દશમી પર્વ નિમિતે ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા દ્વારા શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે પોલીસ દળના શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું.માં શક્તિ સત્યને હમેશા સર્વોપરી રાખવા પોલીસ દળને આશિર્વાદ આપે અને આ શસ્ત્રો સમાજમાં ન્યાય, વ્યવસ્થા અને શાંતિ કાયમ કરવા માટે માધ્યમ બને તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.

આ તકે જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર ,એમ.એમ.પરમાર, જી.બી.બાંભણીયા, એલસીબીના પીઆઇ એ.એસ.ચાવડા, એસઓજીના ઇ.ચા. પો.ઇન્સ. એ.બી.જાડેજા, પો. સબ ઇન્સ. આર.એચ.મારું, વેરાવળ સીટી પો.ઇન્સ. એસ.એમ.ઇશરાણી, પ્ર.પાટણ પો.ઇન્સ. આર.એ.ભોજાણી, જીલ્લા ટ્રાફીક પો.સબ ઇન્સ., કે.એન.મુછાળ, હેડ કવાટરના રી.પો સબ ઇન્સ. એકસ.ડી.ઝણકાટ, બીડીડીએસના પો.સબ ઇન્સ. એ.ડી.બાબરીયા સહિતનો પોલીસ સ્ટાફ શસ્ત્ર પૂજનમાં જોડાયો હતો.

અહેવાલ : પરાગ સંગતાણી (ગીર-સોમનાથ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here