રાજસ્થાનમાં પાયલટ રિટર્ન / ડ્રામા પછી CM અશોક ગેહલોત અને સચિન પાયલટ રૂબરૂ મળશે, જયપુરમાં આજે કોંગી ધારાસભ્ય પક્ષની બેઠક

0
485
  • મુખ્યમંત્રી ગેહલોતે તેમના ગ્રુપના ધારાસભ્યોને કહ્યું- ભૂલો, માફ કરો અને આગળ વધો
  • ગેહલોત ગ્રુપના ધારાસભ્યો જેસલમેરથી જયપુર આવ્યા પરંતુ હાલ પણ હોટલમાં વાડાબંધીમાં છે

જયપુર. સચિન પાયલટ કોંગ્રેસમાં ફરી પરત ફર્યાના 3 દિવસ પછી આજે મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી પાયલટ રૂબરૂ મળશે. જયપુરમાં આજે કોંગ્રેસના ધારસભ્ય પક્ષની બેઠક વિધાનસભા અથવા મુખ્યમંત્રીના ઘરે થાય તેવી શકયતા છે. બેઠકમાં બંને ગ્રુપના ધારાસભ્યો હાજર રહેશે. બેઠક પછી બંને ગ્રુપમાં મળવાનું ચાલશે. જોકે ગેહલોત અને પાયલટની મુલાકાત કઈ રીતે રીતે થાય છે તે મહત્વનું છે.

14 ઓગસ્ટથી વિધાનસભા સત્ર
ગેહલોત ગ્રુપના ધારાસભ્યો બુધવારે જેસલમેરથી જયપુર પરત આવ્યા. તેમને ફરીથી તે જ હોટલ ફેયરમોન્ટમાં રોકવામાં આવ્યા, જ્યાંથી તેઓ 31 જુલાઈએ જેસલમેર ગયા હતા. ગેહલોતે આ સમગ્ર ઘટનાક્રમ અંગે કહ્યું કે ફરગેટ અને ફરગિવ, ભૂલો, માફ કરો અને આગળ વધો. તે જ રાજ્ય અને લોકશાહીના હિતમાં છે. 14 ઓગસ્ટથી વિધાનસભા સત્ર શરૂ થશે.

  • કોંગ્રેસના જનરલ સેક્રેટરી કે સી વેણુગોપાલ આજે સવારે જયપુરની હોટલ ફેયરમોન્ટમાં પહોંચ્યા. તેઓ ધારાસભ્ય પક્ષની બેઠકમાં હાજર રહેશે. પ્રદેશ ઈનચાર્જ અવિનાશ પાંડે, પાર્ટી નેતા રણદીપ સુરજેવાલા અને અજય માકન પણ હાજર રહેશે.
  • શુક્રવારથી શરૂ થનારા વિધાનસભા સત્રની રણનીતી બનાવવા માટે ભાજપે 11 વાગ્યે પાર્ટી મુખ્યાલયમાં ધારસભ્ય પક્ષની બેઠક બોલાવી છે. ભાજપ પ્રદેશઅધ્યક્ષ સતીશ પુનિયાનું કહેવું છે કે મીટિંગમાં આમ લોકો સાથે જોડાયેલા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
  • મુખ્યમંત્રી અશોક ગેહલોતે મોડી રાતે ટ્વિટ કરીને આશા વ્યક્ત કરી કે વિધાનસભા સત્ર દરમિયાન કોરોના સંકટ પર ચર્ચા થાય તેવી શકયતા છે