ભુજઃ લોકડાઉનમાં સંતાનને સાથે રાખીને ડ્યૂટી કરનારી મહિલા પોલીસકર્મી સસ્પેન્ડ

0
1115

ભુજઃ પશ્ચિમ કચ્છના ભુજ ખાતે લોકડાઉન વખતે પોતાના સંતાનને સાથે રાખીને ફરજ બજાવનાર મહિલા કોન્સ્ટેબલને ઉચ્ચ અધિકાર સાથે ગેરવર્તનના મામલે સસ્પેન્ડ કરવામાં આવી છે. લોકડાઉન વખતે બાળક સાથે રાખીને ડ્યૂટી કરનારી ગુજરાત પોલીસની ઘણી મહિલા પોલીસ કર્મચારીઓ ચર્ચામાં આવી હતી આ તે પૈકીની એક હતી. જેમને એસપી દ્વારા કડક પગલા લઈ સસ્પેન્ડ કરી દેવાતા પોલીસ વિભાગમાં ભારે ચર્ચાનો દૌર શરૂ થયો છે.

મળતી માહિતી પ્રમાણે, પોતાના બાળકને લોકડાઉનના પાલન સમયે સાથે રાખીને ડ્યૂટી પર જનારી આ મહિલા કોન્સ્ટેબલનું નામ અલ્કાબેન ગૌતમસિંહ દેસાઈ ડાભી છે જે મહિલા પોલીસ મથકમાં જીઆરડી તરીકે ફરજ બજાવતા હતા. હવે તેઓ મામલે સ્ટાફ અને અધિકારીઓ સામે ગેરવર્તન અંગે ઉચ્ચ કક્ષાએ રજુઆત થઈ હતી. જેને પગલે નવનિયુક્તિ એસપી સૌરભસિંઘ દ્વારા કડક પગલા લેવાતા અલ્કાબેનને સસ્પેન્ડ કરી દેવાયા છે.