વીરતા અને સર્વિસ પુરસ્કારોની જાહેરાત, ગુજરાત પોલીસને 19 એવોર્ડ મળ્યાં

0
632

ગાંધીનગર :વીરતા અને સર્વિસ પુરસ્કારોની જાહેરાત થઈ છે. ગેલેન્ટરી એવોર્ડસની ગૃહ મંત્રાલય દ્વારા જાહેરાત કરવામાં આવે છે, જે સ્વતંત્રતા દિવસ પ્રસંગે આપવામાં આવે છે. ત્યારે ગુજરાત પોલીસને 19 એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. સ્વતંત્ર્ય દિવસે ગુજરાતના 2 પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ એનાયત થશે. તો 17 પોલીસ અધિકારીઓને પોલીસ મેડલ એનાયત થશે. ગુજરાત પોલીસના ડૉ. નીરજા ગોટરૂ અને નિલેશ વઘાસિયાને રાષ્ટ્રપતિ પોલીસ મેડલથી સન્માનિત કરાશે. ગેલેન્ટરી એવોર્ડના લિસ્ટમાં પહેાલ નંબર પર જમ્મુ-કાશ્મીર પોલીસ છે. જેને 81 એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. બીજા નંબર પર 55 મેડલ સાથે સીઆરપીએફ અને ત્રીજા નંબર પર 23 મેડલ ઉત્તર પ્રદેશ પોલીસ ટોપમાં છે. ગૃહ મંત્રાલય દ્વારા ગેલેન્ટરી અને સર્વિસ એવોર્ડનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

આ અધિકારીઓને સન્માનિત કરાશે 
સુભાષચંદ્ર ત્રિવેદી (અમદાવાદના આસિ. કમિશનર), વીરભદ્રસિંહ જાડેજા (વાપી), જિગ્નેશકુમાર ચાવડા (જામનગર), શંકરભાઈ ચૌધરી (ડેપ્યુટી સુપરીટેન્ડન્ટ ઓફ પોલીસ, ગાઁધીનગર), આશુતોષ પરમાર (એસીબી ગાંધીનગર), લાલસિંહ રાઠોડ (એસઆરપીએફ, સેજપુર), રમેશ ધનખારા (એસઆરપીએફ), પંકજકુમાર સંઘાણી (ગાંધીનગર), સંજય કનોજીયા (ગાંધીનગર), દીપસિંહ પટેલ (સુરત), ભાનુભાઈ ભરવાડ (મહેસાણા), ભારત મુંગારા (જામનગર), સુરેશ નાયર (અમદાવાદ), ધીરજ પરમાર (અમદાવાદ), સુરેશભાઈ પટેલ (સુરત), સુરેશભાઈ વણઝારા (ભરૂચ), રવિન્દ્ર ઘોડે (સુરત)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here