આવતીકાલે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવશે ત્યારે સ્વાતંત્ર્ય પર્વ નિમિતે બહાદુર પોલીસકર્મીઓને પોતાની કારકીદી દરમિયાન કરાયેલ ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ સંભવિત કરવામાં આવશે. જામનગર જિલ્લાના ડિવાયએસપી જે.એસ.ચાવડા અને એલસીબીના હેડ કોન્સટેબલ ભરત પટેલની પણ મેડલ માટે પસંદગી થઇ છે.

દર વર્ષે સ્વાતંત્ર્ય પર્વના રોજ પોલીસ કારકીદીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર પોલીસ કર્મચારીઓને પુરસ્કાર આપી સન્માનિત કરાઇ છે. જામનગરના ડિવાયએસપી જી.એસ.ચાવડા એલસીબીના ભરતભાઇ પટેલની પણ એવોર્ડ માટે પસંદગી થઇ છે. ડિવાયએસપી જે.એસ.ચાવડાએ અનેક મોટા અને ગંભીર ગુન્હાઓના ભેદ ઉકેલ્યા છે. જામનગરમાં એસસીએસટી સેલ ઉપરાંત અન્ય ચાર્જ દરમિયાન અનેક ગુન્હાઓમાં ભેદ ઉકેલવા મહત્વની ભૂમિકા ભજવી છે.

જ્યારે એલસીબીમાં હેડ કોન્સટેબલ ભરત પટેલ જામનગર ઉપરાંત ધ્રોલ તાલુકા મથકે લુટ, ખુન સહિતની અનેક વારદાત અને ગુન્હાઓ ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમણે છેલ્લા ત્રણ ચાર વર્ષમાં એલસીબીમાં પણ મહત્વની કામગીરી કરી છે. આ બંને પોલીસ કર્મચારીને એવોર્ડ માટે પસંદગી થતાં જામનગર પોલીસ બેડામાં ખુશીનો માહોલ છવાયો હતો.
(અહેવાલ: સાગર સંઘાણી-જામનગર)