લગભગ 6 મહિનાથી બંધ માતા વૈષ્ણોદેવીનું ભવન આજથી ભક્તો માટે ખુલશે, દર્શન માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું પડશે

0
843
  • જમ્મૂ-કાશ્મીરના 1900 અને અન્ય રાજ્યોના 100 ભક્ત વૈષ્ણોદેવીના દર્શન કરી શકશે
  • લગભગ 700 વર્ષ પહેલાં વૈષ્ણોદેવીના ભક્ત પં. શ્રીધરે ગુફાની શોધ કરી હતી
  • ભક્તોએ માસ્ક પહેરવું પડશે, સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનેટાઇઝેશનનું પાલન કરવું પડશે

કોરોના કાળમાં સામાન્ય ભક્તો માટે લગભગ 6 મહિનાથી બંધ માતા વૈષ્ણોદેવીનું મંદિર 16 ઓગસ્ટથી બધા જ ભક્તો માટે ખુલી રહ્યું છે. શરૂઆતના દિવસોમાં માત્ર 2 હજાર લોકો જ દર્શન કરી શકશે. કોરોના પહેલાં અહીં એક દિવસમાં 50-60 હજાર લોકો રોજ દર્શન કરતાં હતાં.

વૈષ્ણોદેવી મંદિર જમ્મૂ-કાશ્મીરની ત્રિકુટા પહાડીઓ ઉપર સ્થિત છે. મંદિર લગભગ 5200 ફૂટ ઊંચાઇએ અને જમ્મૂથી 61 કિમી અને કટરાથી 13 કિમી દૂર છે. વૈષ્ણોદેવીની ત્રણ પિંડિઓમાં દેવી કાળી, દેવી સરસ્વતી અને દેવી લક્ષ્મીના સ્વરૂપમાં ગુફામાં વિરાજિત છે. યાત્રા શરૂ થયા બાદ પહેલાં સપ્તાહમાં 1900 ભક્ત જમ્મૂ-કાશ્મીરના અને 100 ભક્ત અન્ય રાજ્યોના રોજ દર્શન કરી શકશે.

શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડના સીઈઓ રમેશ કુમારના જણાવ્યાં પ્રમાણે યાત્રા રવિવાર, 16 ઓગસ્ટથી શરૂ થઇ જશે. દર્શન માટે ભક્તોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું પડશે. બધા ભક્તો માટે ફોનમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવું જરૂરી રહેશે. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનેટાઇઝેશનનું ધ્યાન રાખવું પડશે.

યાત્રીઓનું થર્મલ સ્કેનિંગ પણ કરવામં આવશે. 10 વર્ષથી નાના બાળકો, ગર્ભવતી મહિલાઓ, 60 વર્ષથી વધારે ઉંમરના લોકોને દર્શન કરવાની મંજૂરી મળશે નહીં. સાથે જ, જે લોકોમાં કોવિડ-19 સાથે જોડાયેલાં કોઇપણ લક્ષણ જોવા મળશે, તેમને દર્શન કરવા દેવામાં આવશે નહીં.

કટરાથી બાણગંગા, અર્દ્ધ-કુંવારી અને સાંઝીછતના રસ્તાથી ભવન પહોંચી શકાશે. ત્યાર બાદ ભવનથી આવવા માટે હિમકોટિ અને તારાકોટ માર્ગથી પાછા ફરવું પડશે. અન્ય રાજ્યોના દર્શનાર્થિઓની કોરોનાવાઇરસની નેગેટિવ રિપોર્ટ હેલીપેડ અને દર્શની ડ્યોઢી પર ચેક કરવામાં આવશે.

જે યાત્રીઓ પાસે કોવિડ-19ની નેગેટિવ રિપોર્ટ હશે, તેમને જ મંદિરમાં પ્રવેશ મળશે. હાલ પિઠ્ઠુઓ, પાલકીઓ અને ખચ્ચરોની વ્યવસ્થા શરૂ કરવામાં આવી નથી. યાત્રીઓની સુવિધા માટે બેટરીવાળા વાહન, રોપવે અને હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવશે.

મંદિરનું પ્રાચીન મહત્ત્વઃ-
કટરાનું હંસાલી ગામ છે. પ્રાચીન સમયમાં આ ગામમાં વૈષ્ણોદેવીના પરમ ભક્ત શ્રીધર રહેતાં હતાં. તેમને કોઇ સંતાન હતું નહીં. નવરાત્રિમાં એક દિવસ તેમણે પૂજા માટે કુંવારી કન્યાઓને આમંત્રણ આપ્યું હતું. અહીં વૈષ્ણોદેવી કન્યા વેશમાં હાજર રહ્યાં હતાં. પૂજા પછી વૈષ્ણોદેવીએ શ્રીધરને જણાવ્યું કે, ગામના લોકોને પોતાના ઘરે ભંડારા માટે નિમંત્રણ આપી આવો. શ્રીધરે તે કન્યાની વાત માનીને ગામના લોકોને ભંડારા માટે બોલાવી લીધાં.

તે સમયે ગુરુ ગોરખનાથના શિષ્ય ભૈરવનાથને પણ શિષ્યો સહિત ભોજન માટે આમંત્રણ આપવામાં આવ્યું. ગામના લોકો શ્રીધરના ઘરે ભંડારા માટે પહોંચ્યાં. ત્યારે કન્યા રૂપમાં વૈષ્ણોદેવીએ ભોજન પીરસ્યું. કન્યા પાસે ભૈરવનાથે ખીર-પૂરીની જગ્યાએ માંસ અને મદિરાની માગ કરી. કન્યાએ ના પાડી દીધી. પરંતુ ભૈરવનાથ માન્યા નહીં. ભૈરવનાથ કન્યાને પકડવા માંગતો હતો, ત્યારે માતા સ્વરૂપ બદલીને ત્રિકૂટ પર્વત તરફ દોડી ગયાં.

ભૈરવનાથથી સંતાઇને આ દરમિયાન માતાએ એક ગુફામાં પ્રવેશ કરી નવ મહિના સુધી તપસ્યા કરી. આ ગુફા આજે પણ આદ્યકુમારી, આદિકુમારી અથવા ગર્ભજૂનના નામે પ્રસિદ્ધ છે. 9 મહિના પછી કન્યાએ ગુફા બહાર દેવી સ્વરૂપ ધારણ કરી લીધું. માતાએ ભૈરવનાથને પાછા જતાં રહેવા માટે કહ્યું, પરંતુ તે માન્યો નહીં.

ત્યારે માતા વૈષ્ણવીએ મહાકાળી સ્વરૂપ લઇને ભૈરવનાથનો સંહાર કર્યો. ભૈરવનાથનું માથું કપાઇને ગુફાથી 8 કિમી દૂર ત્રિકૂટ પર્વતની ભૈરવ ઘાટીમાં પડ્યું. આજે પણ તે સ્થાન ભૈરો નાથ મંદિરના નામે ઓળખવામાં આવે છે. જે સ્થાને માતા વૈષ્ણો દેવીએ ભૈરવનાથનો વધ કર્યો, તે સ્થાન પવિત્ર ગુફા એટલે ભવનના નામે ઓળખવામાં આવે છે.

700 વર્ષ પહેલાં પવિત્ર ગુફાની શોધ થઇ હતીઃ-
શ્રી માતા વૈષ્ણોદેવી મંદિરની શોધના સંબંધમાં અનેક માન્યતાઓ છે. પરંતુ માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડના અધિકારિક વેબસાઇટના જણાવ્યા પ્રમાણે લગભગ 700 વર્ષ પહેલાં મંદિરની શોધ પં. શ્રીધરે કરી હતી. પં. શ્રીધરને ત્યાં ભંડારામાં માતાએ કૃપા કરી હતી. દેવી કન્યા સ્વરૂપમાં આવ્યાં હતાં અને ભૈરવનાથથી બચવા માટે ભંડારાને વચ્ચે જ છોડીને જતાં રહ્યાં હતાં.

ત્યારે શ્રીધર દુઃખી રહેવાં લાગ્યો અને તેણે ભોજન-જળનો ત્યાગ કર્યો હતો. તે સમયે દેવી શ્રીધરના સપનામાં પ્રકટ થયા અને ગુફા સુધી આવવાનો રસ્તો જણાવ્યો. દેવી દ્વારા જણાવેલ રસ્તા દ્વારા શ્રીધર વૈષ્ણોદેવી ગુફા સુધી પહોંચી ગયો હતો.

ગુફા, રસ્તો અને માન્યતાઓઃ-
વૈષ્ણોદેવી એક ગુફામાં વિરાજિત છે. જેટલું મહત્ત્વ વૈષ્ણો દેવીનું છે, તેટલું જ મહત્ત્વ અહીંની ગુફાનું પણ છે. દેવીના દર્શન માટે હાલ જે રસ્તાનો ઉપયોગ કરવામાં આવે છે, તે પ્રાકૃતિક રસ્તો નથી. નવા રસ્તાનું નિર્માણ 1977 માં કરવામાં આવ્યું હતું.

જ્યારે મંદિરમાં શ્રદ્ધાળુઓની સંખ્યા ઓછી થાય છે, ત્યારે પ્રાચીન ગુફાનો દ્વાર ખોલી દેવામાં આવે છે અને ભક્ત જૂના રસ્તાથી માતાના દરબાર સુધી પહોંચી શકે છે. પ્રાચીન ગુફામાં પવિત્ર ગંગા જળ વહેતું રહે છે. વૈષ્ણોદેવી મંદિર પહોંચવા માટે આદિ કુંવારી અથવા આદ્યકુંવારી થઇને જવું પડે છે. અહીં એક અન્ય ગુફા પણ છે, જેને ગર્ભ-જૂન કહેવામાં આવે છે.

આરતીનો સમયઃ-
દિવસમાં બે વાર દેવી માતાની આરતી થાય છે. પહેલી આરતી સૂર્યોદય પહેલાં થાય છે. બીજી આરતી સાંજે સૂર્યોદય પછી થાય છે.

ટ્રાન્સપોર્ટના સાધનઃ-
એરપોર્ટ– વૈષ્ણોદેવી મંદિરની નજીકનું એરપોર્ટ જમ્મૂના રાણીબાગમાં છે. રાણી બાગથી બસ અથવા અંગત કારથી કટરા પહોંચી શકાય છે.

રેલવે સ્ટેશન- વૈષ્ણોદેવી મંદિરની નજીક બે રેલવે સ્ટેશન છે, એક જમ્મૂ અને બીજું કટરા છે. દેશભરના બધા જ મુખ્ય શહેરોથી જમ્મૂ માટે ટ્રેન મળી જાય છે. હવે કટરામાં પણ રેલવે સ્ટેશન બની ગયું છે. હાલ કોરોનાના કારણે કટરા સુધી ટ્રેન શરૂ થઇ નથી. જેના કારણે જમ્મૂથી પ્રાઇવેટ ટેક્સીથી વૈષ્ણોદેવી પહોંચી શકાય છે.

કટરાથી હેલિકોપ્ટર બુધ કરી શકો છોઃ
મંદિરની વેબસાઇટથી કટરાથી માતાના મંદિર સુધી હેલિકોપ્ટર બુક કરી શકો છો. એક વ્યક્તિ માટે માત્ર જવાનું ભાડું 1045 રૂપિયા છે.

કટરાથી મંદિર સુધીનું અંતર 15 કિમી છે. અહીં પહોંચવા માટે પગપાળા જવાનું રહે છે. ઘોડો, ખચ્ચર, પિઠ્ઠૂ અથવા પાલકીની સવારી પણ કરી શકો છો. પરંતુ, કોરોનાના કારણે આ વ્યવસ્થા બંધ છે. હાલ બેટરીવાળા વાહનની વ્યવસ્થા કરવામાં આવી છે.

ઓનલાઇન આરતી-પૂજાનું બુકિંગઃ-
વૈષ્ણોદેવી મંદિરમાં બે શ્રેણીમાં પૂજા બુક કરી શકાય છે. પહેલી 2,100 રૂપિયામાં અને બીજી 11,000 રૂપિયામાં. આ પૂજા મંદિરની વેબસાઇટ https://www.maavaishnodevi.org/ પર બુક કરી શકો છો. આ સિવાય અહીં 26,000 રૂ., 48,000 રૂ., 71,000 રૂ. અને 1,21,000 રૂ. માં શ્રદ્ધાસુમન પૂજા કરાવી શકાય છે.

મંદિરમાં રોકાવાની વ્યવસ્થાઃ-
મંદિરમાં ભક્તના રોકાવા માટે નિઃશુલ્ક આવાસની વ્યવસ્થા પણ છે. અર્દ્ધ કુંવારી, સાંઝીછત અને ભવનની આસપાસ અનેક મોટા-મોટા હોલ છે, અહીં ભક્ત નિઃશુલ્ક રોકાઇ શકે છે. અહીં વહેલાં તે પહેલાંના આધારે આવાસ મળે છે. અહીં યાત્રીઓ માટે નિઃશુલ્ક ધાબળાના સ્ટોર્સ પણ છે. પરંતુ, કોરોનાના કારણે યાત્રીઓને ધાબળો આપવામાં આવશે નહીં.

જમ્મૂ, કટરા, અર્દ્ધ કુંવારી, સાંઝીછત, ભવન ક્ષેત્રમાં ભાડું આપીને એસી, નોન એસી રૂમ બુક કરી શકાય છે. અહીં 100 રૂપિયાથી 2300 રૂપિયા સુધી રૂમ ભાડે મળી શકે છે.

વૈષ્ણોદેવી મંદિર સાથે અન્ય જોવા લાગય સ્થાનઃ-
દેવી મંદિર સિવાય જમ્મૂમાં રઘુનાથ મંદિર, રણવીરેશ્વર મંદિર, અમર મહેલ, બાહુ કિલા, માનસર ઝીલ જોઇ શકાય છે. કટરામાં બટોત, પટ્ટનીટોપની સુંદર પહાડીઓ, ઝજ્જર કોટલી, કુદ, માનતલાઈ, સનાસર, શિવખોડી, બાબા ધનસર જોવા યોગ્ય સ્થાન છે. જમ્મૂની આસપાસ કાશ્મીર ઘાટી, કારગિલ અને લેહ પણ છે.

મંદિરની વેબસાઇટ અને સંપર્ક નંબરઃ-
મંદિરની વેબસાઇટ https://www.maavaishnodevi.org છે. વધારે જાણકારી માટે કાર્યાલય એસડીએમ તહસીલદાર, ભવન, રૂમ નંબર 0-8, કાલિકા ભવન, ફોન નંબર +91-01991- 282222 પર સંપર્ક કરી શકો છો.