ગીર સોમનાથ જિલ્લામાં ૧૦૦ થી વધુ ઉમર ના ૨૭૮ મતદારો, ઇણાજનાં વૃદ્ધા ૧૦૨ વર્ષે પણ મતદાન માટે ઉત્સુક

0
67

ગીર સોમનાથ ની સોમનાથ વિધાનસભા મત વિસ્તાર ઇણાજ ના ડોશી માં 102 નોટ આઉટ સુધીમાં ચોકડી લગાવી ઇવીએમ ચાંપ દાબી મતદાન કરી અનેકોને ગાંધીનગર ખુરશીએ પહોંચાડયા

માજી ભજીયા ખાય, મેગી પણ ખાય, સ્વાદિષ્ટ વાનગીઓ બધી આ ઉંમરે ખાય પણ હવે મતદાન કેન્દ્રો સુધી પહોંચે તેવુ શરીર સાથ નથી આપતુ.

ગીર સોમનાથ જિલ્લા મા ચાર વિધાનસભા મા ચુંટણી માટે ઉમેદવારી પત્રક ભરાઈ ગયેલ છે ત્યારે ગીર સોમનાથ જિલ્લા ની ચાર વિધાનસભા મા 100 થી વધુ ઉમર ના 278 મતદારો છે. જેમાં સોમનાથ વિધાનસભા મા 42, તાલાલા વિધાનસભા મા 96 મતદારો, કોડીનાર વિધાનસભા મા 71 મતદારો અને ઉના વિધાનસભા મા 69 મતદારો નો સમાવેશ થાય છે. જેમાં સોમનાથ વિધાનસભા મા પાંચ પેઢી સાથે હયાત છે તેવા 102 વરસથી પણ ઉપરના રાણીબેન ઉકા ઝાલા જીલ્લા ચુંટણી સેવા સદનની બરાબર પાછળ લઢાયા વાડી વિસ્તારમાં રહે છે.


માજી એ મતપત્રક ઉપર ચોકડી લગાવી પેટીમાં નાખવાથી માંડી ઈવીએમ અધતન ટેક્નોલોજીના મતદાનમાં અત્યાર સુધી ભાગ લીધો છે.

બે વરસ પહેલાં પંચાયત ની ચુંટણી મા પણ મત દેવા ગયાંતા પણ હવે કાયા કામ કરતી નથી કાને સાંભળતું નથી, ડગુક ડગુક ચલાય છે કોઇ વાહનમાં મત દેવા જાય તો પણ ખાડા ખબડા રસ્તા થડકારો હાડકાં સહન કરી શકતા નથી એટલે આ વખતે તો મતદાન કેન્દ્રો સુધી તો નહી જ જઇ શકે.


જો કે આ વરસે સીનીયર સીટીઝન ધેર બેઠે મતદાન કરી શકે તેવી યોજના છે પરંતુ તે માટે ભરવાનું થતું ફોર્મ હજુ માજીના ખાટલા સુધી પહોંચ્યુ નથી આમ માજીની આંગળી ઉપર કાળુ ટપકું આ ચુંટણીમાં થશે કે નહીં પોષ્ટલ મત તેના ધર સુધી પહોંચશે કે નહીં તેની રાહ જોવી રહી.

બાકી થોડા ધણા બચેલાં દાંતને માજી ટુથપેસ્ટ ધસી ઉજળા કરે છે સવારે નાસ્તો કરે છે અને ગરમા ગરમ ભજીયા અને મેગી માજી ને ખુબ જ ભાવે છે ભોજનમાં રોટલી ખાય છે માજી એક એવા મતદાર છે કે જેણે સામાન્ય બિમાર નથી પડ્યા અને મોટું દવાખાનું તો જોયું જ નથી. હાલ માજી તેના પુત્ર રામસી ઝાલા સાથે સંયુક્ત પરીવારમા રહે છે પાંચ પેઢીના તેઓ જીવંત સાક્ષી છે હવે તો ચુંટણી વિભાગ નવી યોજના મુજબ તેને ધેર ફોર્મ લઇને જાય તો જ લોકશાહી પર્વ મા ભાગ લઇ શકે.

અહેવાલ : પરાગ સંગતાણી, (ગીર-સોમનાથ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here