આજરોજ અરવલ્લી જિલ્લા ભાજપ સંગઠનના ઉપાધ્યક્ષ અને મોડાસા વિધાનસભાના પ્રભારી જયંતિસિંહ ઝાલાએ ભાજપા સંગઠનને બાય બાય કરી વાત્રક ખાતે બાયડ વિધાનસભાના કોંગ્રેસી ઉમેદવાર મહેન્દ્રસિંહ વાઘેલાના હાથે કોંગ્રેસનો ખેસ ધારણ કરતા અરવલ્લી જિલ્લા ભાજપામાં ગાબડું પડ્યું છે.
અરવલ્લી જિલ્લા ભાજપા સંગઠનના ઉપાધ્યક્ષ અને મોડાસા વિધાનસભા બેઠકના પ્રભારી એવા જયંતિસિંહ ઝાલાએ પત્રકારો સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે અરવલ્લી જિલ્લા ભાજપા સંગઠનમાં મારી સતત અવગણના થતા મેં નારાજ થઈ રાજીનામું આપ્યું છે
અહેવાલ : જગદીશ પ્રજાપતિ (અરવલ્લી)