કેશોદ/સીએમના રોડ શૉ બાદ ભાજપના ઉમેદવારે ફ્રી પેટ્રોલની રેવડી વહેંચી!

0
110

કેશોદમાં ભાજપે રોડ-શોમાં ૨૦૦ રૂ.નાં પેટ્રોલની લ્હાણી કરી હોવાની ચર્ચા…

કેશોદની ભાગોળે આવેલા પેટ્રોલ પંપનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો..

કેશોદમાં મંત્રી દેવાભાઈ માલમના પ્રચાર માટે મુખ્યમંત્રી આવ્યા હતા..

તા.૨૬,કેશોદ: કેશોદ(KESHOD) વિધાનસભાના ઉમેદવાર અને રાજ્ય સરકારના મંત્રી દેવાભાઇ માલમ(MLA DEVABHAI MALAM)નાં સમર્થનમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ(CM BHUPENDRA PATEL)નો રોડ શો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં બાઈકચાલકોએ હાજર રહી રેલીમાં ભાગ લીધો હતો. બાદ આ તમામ બાઇક ચાલકો માંગરોળ રોડ પર આવેલ એક પેટ્રોલ પંપ ખાતે ફ્રીમાં પેટ્રોલ(FREE PETROL KESHOD) ભરાવવા ઉમટી પડ્યાં હતાં.

      આ ઘટના અંગેનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક પંપ ઉપર મોટી સંખ્યામાં બાઈક ચાલકો પેટ્રોલ પૂરાવવા આવતાં હોય અફરાતફરી મચી હતી. નજરે જોનારાઓના જણાવ્યા પ્રમાણે રેલીમાં હાજર રહેવા માટે 500 અને 200 રૂપિયાની પેટ્રોલની કૂપન ફ્રી આપવામાં આવી હતી. આ અંગે જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે આ ઘટનાને સ્વાભાવિક ગણાવતા કહ્યું હતું કે પાર્ટીના કાર્યકર્તા દૂરથી આવતા હોવાથી પેટ્રોલ આપવામાં આવ્યું હતું.

      આ ઘટના અંગે કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા(HIRABHAI JOTVA)એ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી કેશોદ વિધાનસભા બેઠક પર હાર ભાળી જતા ભીડ જમા કરવા માટે આ પ્રકારની લોભામણી સ્કીમો આપી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો.

ફ્રી પેટ્રોલની આપવાની જાહેરાત સ્વાભાવિક: જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ ને

ન્યુઝ અપડેટ્સ મીડિયાનો સિધો સવાલ..

કેશોદમાં વિધાનસભા-૨૦૨૨ની ચૂંટણી સંદર્ભે ગુજરાત વિધાનસભાની કુલ ૧૮૨ બેઠકો પૈકી ૮૮-કેશોદ વિધાનસભા બેઠક પર ભાજપનાં ઉમેદવાર દેવાભાઈ માલમનાં સમર્થનમાં ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી ગઈકાલે પ્રચારમાં આવ્યા હતા ત્યારે જંગી ભીડ ભેગી કરવા માટે ૫૦૦ રૂ રોકડા અને ૨૦૦ રૂનાં પેટ્રોલનાં કુપન આપવામાં આવ્યા હોવાની વાત સામે આવી હતી.

ત્યારે આ અંગે જુનાગઢ જીલ્લા ભાજપનાં પ્રમુખ કિરીટ પટેલે આ ઘટનાને સ્વાભાવિક ગણાવી અને જણાવ્યું હતું કે, દુર-દુરથી કાર્યકર્તાઓ આવતા હોવાથી આ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી તેવું સહજપણે સ્વીકાર્યું હતું.

પરંતુ ન્યુઝ અપડેટ્સ મીડિયા જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલને સીધા સવાલ કરી રહ્યું છે કે,શું દુર રહેતા કાર્યકર્તાઓને જ બોલાવીને ભાજપની દરેક સભા અને રોડ શોમાં ભીડ એકઠી કરવામાં આવે છે??

ઉપરાંત ચૂંટણીનાં ખર્ચાઓ પર બાજ નજર રાખવાની વાત કરતા ચૂંટણી પંચનાં અધિકારીઓ આ અંગે યોગ્ય તપાસ કરીને આ ખર્ચને સ્થાનિક ઉમેદવારનાં ચૂંટણી ખર્ચમાં બતાવવામાં આવશે કે કેમ? તે અંગે પણ સવાલ ઉઠી રહ્યા છે.

બ્યુરો રીપોર્ટ: ન્યુઝ અપડેટ્સ મીડિયા-કેશોદ.

જુઓ વિડીયો…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here