સુરતમાં આમ આદમી પાર્ટીની સભામાં પથ્થરમારાની ઘટના સામે આવી છે. કતારગામમાં લલિતા ચોકડી પાસે આમ આદમી પાર્ટીની જનસભામાં કોઈએ પથ્થરમારો કરતા વાતાવરણ તંગ બન્યું છે.
સુરતમાં આમ આદમી પાર્ટીની સભામાં પથ્થરમારાની ઘટના સામે આવી છે. કતારગામમાં લલિતા ચોકડી પાસે આમ આદમી પાર્ટીની જનસભામાં કોઈએ પથ્થરમારો કરતા વાતાવરણ તંગ બન્યું છે. આ પથ્થરમારામાં એક નાના બાળકને આંખ ઉપર પથ્થર વાગી જતા ઈજા થઇ છે. હાલમાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને મામલો થાળે પાડવાની તજવીજ હાથ ધરી છે. જો કે આ પથ્થરમારો કોણે કર્યો તે હજુ સામે આવ્યું નથી. આ અંગે પોલીસે તપાસ આરંભી છે.

તો બીજી તરફ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ આ અંગે એક ટ્વિટ પણ કર્યું છે. જેમાં તેમણે બીજેપી પર આરોપ લગાવ્યા છે.
તેમણે લખ્યું કે, કતારગામ વિધાનસભાની ચૂંટણી હારવાના ડરથી ભાજપના ગુંડાઓએ આજે મારી જાહેર સભા પર પથ્થરમારો કર્યો હતો, જેમાં પથ્થરમારાને કારણે એક નાનું બાળક ઘાયલ થયું હતું. જો અમે 27 વર્ષમાં થોડું કામ કર્યું હોત તો આજે આમ આદમી પાર્ટીની જાહેર સભામાં પથ્થર ફેંકવા ન પડત. ભાજપના પથ્થરબાજોને જનતા ઝાડુથી જવાબ આપશે.
