અરવલ્લીઃકોંગ્રેસી આગેવાન અને ધનસુરા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાજપમાં જોડાયા

0
410

શીકા ગામના વતની કનુભાઈ પટેલ ભાજપ માં જોડાયા

કોંગ્રેસના આગેવાન અને ધનસુરા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાજપ માં જોડાયા હતા.શીકા ગામના વતની કનુભાઈ પટેલ ભાજપ માં જોડાયા હતા.
ધનસુરા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને શીકા ગામના રાજકીય અગ્રણી કનુભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી માં જોડાયા હતા આ પ્રસંગે મોડાસા વિધાનસભા ઉમેદવાર ભીખુસિંહ પરમાર, સ્વામી વિવેકાનંદ બોર્ડ ના હિમાંશુભાઈ પટેલ, જિલ્લા પંચાયત ના બાંધકામ સમિતી ના ચેરમેન હિરેનભાઈ પટેલ, સાબર ડેરી ના ડિરેક્ટર કાંતિભાઈ પટેલ, અનિલભાઇ પટેલ, મહેશભાઈ પટેલ, કાંતિભાઈ પટેલ,અતુલભાઈ,કૌશિકભાઈ તથા શિકા ના પૂર્વ ડેપ્યુટી સરપંચ બિંકલબેન પટેલ અને સૌ આગેવાનોની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં આવતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.તેમના આવવાથી ભારતીય જનતા પાર્ટી ને ફાયદો થશે.

અહેવાલ : જગદીશ પ્રજાપતિ (અરવલ્લી)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here