
આ બુથ ની વિશેષતા એ રહેશે કે ત્યાં પ્રતિબંધિત પ્લાસ્ટિક મટિરિયલનો વપરાશ કરવામાં આવ્યો નહીં
ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૨ અંતર્ગત મતદાન પર્વના “અવસર “પ્રસંગે દરેક વિધાનસભા બેઠક દીઠ સાત મતદાન મથકો ખાતે ઇકો-ફ્રેન્ડલી બૂથ તરીકે ઊભા કરવાં આવ્યું છે. જે પૈકી ભાવનગર શહેરનાં સર પી.પી.ઇંસ્ટીટ્યુટ ઓફ સાયન્સ કોલેજ ખાતે ઇકો ફ્રેન્ડલી બુથ ઉભુ કરાયું છે. જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક મટિરિયલનો વપરાશ નહીવત તેમજ મહત્તમ કામ કાગળનાં ઉપયોગથી કરવામાં આવ્યો છે.


આ મતદાન મથકની તમામ પ્રક્રિયાઓમાં ઇકો ફ્રેન્ડલી સામગ્રીનો ઉપયોગ કરી અને પ્રતિબંધિત પ્લાસ્ટિકથી દૂર રહી ઇકો ફ્રેન્ડલી બુથ થકી પર્યાવરણ ને થતુ નુકશાન અટકાવવાં અને પ્રદુષણ ન થાય તેવી લોકપ્રેરણા ઊભી કરવા પ્રયાસ હાથ ધરાયો છે.
અહેવાલ : કૌશિક વાજા (ભાવનગર)