ગુજરાતમાં ઘણા ખેડૂતો ઓછી જમીનમાં ખેતી કરે છે અને ઉત્પાદન ખર્ચ વધે છે. કીટનાશક પાછળ ખેડૂતોને બહુ ખર્ચો થઇ જાય છે. તેમના માટે જીવાતોના નિયંત્રણ માટે સરળ અને સસ્તી પધ્ધતિ છે “શિકારી કાગળ”. આ પધ્ધતિ એકદમ સરળ અને સસ્તી છે. “શિકારી કાગળ” મોટા ભાગે પીળા રંગની હોય છે. જેનાથી જીવાતો તેના પ્રત્યે વધુ આકર્ષિત થાય છે. જીવાતો પાક પર હુમલો કરે છે ત્યારે આ કાગળનાં ચીકણાશવાળા ભાગ પર જીવાતો ચોંટી જાય છે અને મૃત્યુ પામે છે.
કઈ રીતે જાતે બનશો આ “શિકારી કાગળ”?
પ્લાસ્ટિક કે જાડો કાગળ લો. તેની સાથે દોરી બાંધી દો. ત્યાર બાદ આના પર જુનું વપરાયેલું ગ્રીસ કે બળેલું ઓઈલ, તેલ પણ લગાવી શકાય છે. આ કાગળ પાસે જો તમે પીળી લાઈટ મુકશો તો વધુ જીવાતો શિકાર બનશે.

બતાવેલી આ પ્રકારની “શિકારી કાગળ” બજારમાં 40 થી 100 રૂપિયામાં તૈયાર મળે છે. ઘણા એગ્રો વાળા આ પ્રકારની શીત રાખે છે અને. આ ઉપરાંત તેને ઘેર બેઠા પણ એકદમ નજીવા ખર્ચે બનાવી શકાય છે. આ “શિકારી કાગળ” લગાવ્યા બાદ તેના પર ચોંટેલી જીવાતોને સાફ કરી ફરી ગ્રીસ લગાવી આ “શિકારી કાગળ”નો ફરીવાર પણ ઉપયોગ કરી શકાય છે. છે ને કમાલનો વિચાર?