દિવ્યાંગ મતદારો અને સિનિયર સિટિજન્સ પ્રત્યે તંત્રની સંવેદના

0
144

દિવ્યાંગ અને સિનિયર સિટિજન્સ મતદારોને વ્હીલચેર, ટ્રાઇસીકલ સહિતના સાધનો ઉપલબ્ધ કરાવી મતદાન માટે મદદરૂપ બનતી આશાવર્કર બહેનો

આજરોજ ભાવનગર જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ યોજાઈ હતી. જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સહિત અનેક બાબતોની સાથે સાથે અન્ય એક બાબત પણ ઉડી ને આંખે વળગે એવી હતી અને એ હતી આશા વર્કર બહેનોની દિવ્યાંગ મતદારો તેમજ સિનિયર સિટીજન્સ પ્રત્યેની સંવેદના


આજરોજ યોજાયેલ મતદાનમાં જિલ્લાના કોઈપણ દિવ્યાંગ મતદારને મતદાન કરવામાં મુશ્કેલી ન પડે તે હેતુથી આશા વર્કર બહેનોની દિવ્યાંગ મતદારોને મદદરૂપ થવા જુદી-જુદી ટીમોનું ગઠન કરવામાં આવ્યું છે. સમગ્ર દિવસ દરમ્યાન જિલ્લાના તમામ તાલુકાઓમાં દિવ્યાંગ મતદાતાઓ તથા સિનિયર સિટીજન્સને મતદાન કરવામાં કોઈ મુશ્કેલી ન પડે તેમજ તેઓ સરળતાપૂર્વક અવરોધમુક્ત વાતાવરણમા મતદાન કરી શકે તે હેતુથી આશાવર્કર બહેનો દ્વારા વ્હીલચેર તથા ટ્રાઇસીકલ વગેરે જેવા સાધનોની મદદથી દિવ્યાંગ મતદારો તથા સિનિયર સિટીજન્સને સફળતાપુર્વક મતદાન કરવામાં સહાયભૂત થવાની પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ હતી. મતદાન મથકો પર હાજર નાગરિકોએ પણ તંત્રની આ સંવેદનાને બિરદાવી હતી.

અહેવાલ : કૌશિક વાજા (ભાવનગર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here