ગીર સોમનાથ જિલ્લાના ગતિશીલ, ન્યાયી, નિર્ણય – પ્રજા કલ્યાણલક્ષી આયોજનોને સુપેરે પાર પાડનાર જિલ્લા કલેકટરનો આજે જન્મદિવસ
મૂળ ભાવનગરનાં વતની અને સુરેન્દ્રનગર, રાજકોટ, નવસારી, આણંદ વગેરે શહેરોમાં બહોળો અનુભવ ધરાવતાં ગીર સોમનાથ નાં જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલનો જન્મ આજે ૨ ડિસેમ્બરે ૧૯૬૪ નાં રોજ ભાવનગર ખાતે થયો અને તેઓ ૨૦૦૭ નાં આઇ.એ.એસ. નોમીનેટેડ છે.
વર્ષ 1990 માં સુરેન્દ્રનગર ખાતે નાયબ કલેકટર, 2011 માં આણંદ નિવાસી નાયબ કલેકટર, ગાંધીનગર શહેરી વિકાસ અને ફરી આણંદ નાયબ કલેકટર ત્યાર પછી નવસારી, મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી, રાજકોટ સ્ટેમ્પ ડયુટી નાયબ કલેકટર તથા તત્કાલીન યુવા સાંસ્કૃતિક મંત્રી આઇ.કે. જાડેજા અંગત સચિવ તેઓ રહી ચૂક્યા છે.
તેઓ પાસે આવતા અરજદાર ને ધીરજ તેમજ ધ્યાન થી સાંભળવું, નમ્રતા અને કાયદાકીય અમલ તથા પ્રજાલક્ષી કલ્યાણ કાર્યો સુપેરે આયોજનકર્તા એવા તેમના જન્મદિવસે ઠેર ઠેરથી તેમના મો. ૯૯૭૮૪૦૫૯૩૪ પર અભિનંદન તેમજ શુભેચ્છાઓ નો વરસાદ થઈ રહ્યો છે.
અહેવાલ : પરાગ સંગતાણી (ગીર સોમનાથ)