અરવલ્લી જીલ્લાની 32 બાયડ માલપુર વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્રસિંહ વાઘેલાના પ્રચારમાં ગુરુવારે બાયડ આવેલા પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પ્રચાર સભા સંબોધતાં ભાંગરો વાટતાં પાંચમી તારીખે કમળના નિશાન પર મતદાન કરી કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા અપીલ કરી હતી.
અરવલ્લી જિલ્લાની ૩૨, બાયડ – માલપુર બેઠક પર ચૂંટણી લડી રહેલા અપક્ષ ઉમેદવાર ધવલસિંહ ઝાલા બંને રાષ્ટ્રિય પક્ષોના ઉમેદવારોએ હંફાવી રહ્યા છે તેમાં પણ કોંગ્રેસમાંથી પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાએ ઉમેદવારી કરતાં પિતા – પુત્રની રાજકીય શાખ દાવ પર લાગી છે,ત્યારે બાયડ શહેર ખાતે પુત્ર માટે પ્રચાર સભા સંબોધવા આવેલા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની પત્રકારો સાથેની વાતચીત દરમિયાન જીભ લપસતાં મતદારોને પાંચમી તારીખે યોજાનાર મતદાનમાં કમળ ઉપર મતદાન આપી કોંગ્રેસ ના ઉમેદવારને જીતાડવાની અપીલ કરતાં મતદારોમાં ચર્ચાનો વિષય બન્યો છે…ઉલ્લેખનીય છે કે, જ્યારથી ભાજપ દ્વારા ૩૨, બાયડ - માલપુર વિધાનસભામાં સંભવિત મજબૂત ઉમેદવારોને કાપીને શ્રીમતી ભીખીબેન પરમારને ઉમેદ વાર જાહેર કરવામાં આવ્યા ત્યારથી વિસ્તારમાં અનેક તર્ક વિત ર્કો ચાલી રહ્યા છે,ત્યારે બાયડ ખાતે પુત્ર માટે ચૂંટણી પ્રચાર સંબોધવા આવેલા શંકરસિંહ વાઘેલાની જીભ લપસતાં મતદારો ને તેમજ રાજકીય હરીફોને ચર્ચાઓ માટે બેઠા બેઠા એક નવો મુદ્દો મળી ગયો છે...
અહેવાલ : જગદીશ પ્રજાપતિ (અરવલ્લી)