મોડાસાની ૨૩ વર્ષની યુવતીની અનોખી સિદ્ધિ, યુવા લેખિકાએ એક જ વર્ષમાં બે પુસ્તક લખ્યા

0
258

‘જીવતું જાગતું ગોકુળ નિવાસ’ એક સત્ય સંઘર્ષ કથા પર આધારિત પુસ્તકનું કરાયું વિમોચન

આજ રોજ મોડાસા ખાતેના જેસીસ હોલ ખાતે લેખક ક્રિષ્ના પટેલના દ્વિતીય પુસ્તક વિમોચન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પુસ્તક વિમોચન લેખક ઈશ્વરભાઈ પ્રજાપતિ તેમજ પૂર્વ પ્રમુખ નગરપાલીકાના વનિતાબેન પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

મોડાસા શહેરની ૨૩ વર્ષની યુવા લેખિકાએ અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે.ક્રિષ્ના ગીરીશભાઈ પટેલ માત્ર એક વર્ષમાં બે પુસ્તકનું વિમોચન કર્યું છે.અગાઉ ૧૪ ફેબ્રુઆરીએ ‘ જિંદગીના સરનામે’પુસ્તક આવ્યું હતું ત્યારે હવે લેખક ક્રિષ્ના પટેલે બીજું પુસ્તક બે ડિસેમ્બર શુક્રવારના રોજ કર્યું છે.આજરોજ યોજાયેલ કાર્યક્રમમાં લેખક ક્રિષ્ના પટેલના કાર્ય તેમજ તેમનામાં રહેલા સર્જકને બિરદાવવા સંતશ્રી રાધેશ્યામદાસજી મહારાજ, મહંતશ્રી બાલકદાસજી મહારાજ તેમજ મહંતશ્રી વિષ્ણુ પ્રસાદ મહારાજ ઉપસ્થિત રહ્યા હતા.તેમજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી મોડાસાના ચેરમેન ભરતભાઈ પરમાર તેમજ ભાજપના પૂર્વ પ્રદેશ મંત્રી સુરેશભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા તેમજ જેમના જિંદગી પર લેખક ક્રિષ્ના પટેલ દ્વારા સત્ય સંઘર્ષ કથા “જીવતું જાગતું ગોકુળ નિવાસ” પુસ્તક લખ્યું છે તેઓ ઘરના વડીલો પણ કોલકત્તાથી ખાસ આ પ્રસંગમાં હાજર રહ્યા હતા. તેમજ મુખ્ય મહેમાનોમાં ચંદ્રકાંત રાવ,વિનોદભાઈ પટેલ, હર્ષદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. લેખક ક્રિષ્ના પટેલના આ સર્જક ને બિરદાવ્યું તેમ જ આશીર્વાદ આપ્યા હતા. આ સાથે જ તમામ મહેમાનોએ કહ્યું કે ઉમા શંકર જોશી તેમજ પન્ના લાલ પટેલ પહોચ્યાં છે.

ત્યાં સુધી એ પહોંચે આ સાથે ક્રિષ્ના પટેલને અરવલ્લી ગીરીમાળાની સાહિત્યવેલ પર સુગંધીદાર પુષ્પ કહી તેની મહેનતને બિરદાવી છે. આ કાર્યક્રમમાં પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ તેમજ હરિઓમ ગઢવી જેઓ લોકપ્રિય સિંગર જનતાને વિડીયો શુભેચ્છાથી ક્રિષ્નાને કામને બિરદાવ્યું છે તેમજ યંગેસ્ટ આઈ પી એસ સફીન હસને પણ તે ઉત્તર ગુજરાતનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

અહેવાલ : નિરવ પ્રજાપતિ (અરવલ્લી)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here