પૂર્વ PM અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથી નિમિત્તે વડાપ્રધાન મોદી સહિતના નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી

0
336
  • દેશની પ્રગતિની દિશામાં અટલ બિહારી વાજપેયીનું અમૂલ્ય યોગદાન હંમેશા યાદ રહેશેઃ મોદી
  • 2018માં લાંબી બિમારી પછી 93 વર્ષની ઉંમરે વાજપેયીનું નિધન થયું હતું

નવી દિલ્હી. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ આપી છે. વડાપ્રધાને એક ટ્વિટ કરીને કહ્યું કે, દેશની પ્રગતિની દિશામાં અટલ બિહારી વાજપેયીનું અમૂલ્ય યોગદાન હંમેશા યાદ રહેશે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે બીજી પુણ્યતિથી છે. 2018માં દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં લાંબી બિમારી પછી 93 વર્ષની ઉંમરમાં વાજપેયીનું નિધન થયું હતું.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સવારે અટલ બિહારી વાજપેયીના સમાધિ સ્થળ ‘સદૈવ અટલ’ પહોંચ્યા અને તેમને પુષ્પાજંલિ અર્પણ કરી. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ સમાધિ સ્થળ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

રક્ષા મંત્રી રાજનાથ સિંહે વાજપેયીને યાદ કરીને ટ્વિટ કર્યું હતું. જેમાં તેમણે લખ્યું કે, અટલ બિહારી વાજપેયી જીની પુણ્યતિથી પર તેમને નમન કરું છું. ભારતના વિકાસ અને સામાન્ય લોકો માટે કરેલા તેમના કાર્ય હંમેશા માટે યાદ રહેશે. ભારત માટે તેમના વિચાર ભાવિ પેઢીને પ્રેરણા આપતા રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here