અરવલ્લીઃ ગઇકાલે મતદાનને ગણતરીના કલાકો પહેલાં માલપુરના અણિયોર નજીક દારૂ ભરેલી સ્કોર્પીયો કાર જનતાએ પકડી

0
339

જીલ્લા સંગઠન પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલ વિદેશી દારૂ ભરેલી કારનો બચાવ કરતો હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે દારૂ ભરેલી કાર આવી ક્યાંથીઃ પોલીસ ક્યાં હતી

|અપક્ષ ઉમેદવાર ધવલસિંહ ઝાલાએ હાય રે ભાજપ હાય હાય ના નારા લગાવ્યા

અરવલ્લી જીલ્લામાં વિધાનસભા ચૂંટણીમાં મતદાનના ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે માલપુર તાલુકાના અણિયોર ગામે વિદેશી દારૂ ભરેલી સ્કોર્પીયો કાર જનતાએ ઝડપી પાડતાં ચકચાર મચી જવા પામી છે.

વિધાનસભા ચુંટણીમાં મતદાનને ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે અરવલ્લી જીલ્લાના માલપુર તાલુકાના અણિયોર ગામે વિદેશી દારૂ ભરેલી સ્કોર્પીયો કાર જનતાએ ઝડપી પાડતાં પોલીસની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે.

વિદેશી દારૂ ભરેલી સ્કોર્પીયો કારનો બચાવ કરતો જીલ્લા ભાજપ સંગઠન પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલનો પણ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મચ્યો હડકંપઃઅરવલ્લી જીલ્લામાં આ મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બની ગયો છે.

પોલીસનો સઘન બંદોબસ્ત હોવા છતાં વિદેશી દારૂ ભરેલી કાર કેવી રીતે આવી.
છેલ્લે ઘટના સ્થળે પહોંચી પોલીસે તપાસ હાથ ધરી છે.

અહેવાલ : જગદીશ પ્રજાપતિ (અરવલ્લી)LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here