જામનગરમાં ગોકુલધામ સોસાયટીમાં આવેલા સૂર્યમુખી હનુમાનજી મંદિરમાં ગઈકાલે રાત્રે કોઈ અજાણ્યા લોકોએ મંદિરમાં તોડફોડ

0
195

જામનગરમાં ગોકુલધામ સોસાયટીમાં આવેલા સૂર્યમુખી હનુમાનજી મંદિરમાં ગઈકાલે રાત્રે કોઈ અજાણ્યા લોકોએ મંદિરમાં તોડફોડ કરી દાનપેટી અને મૂર્તિમાં તોડફોડ કરી હોવાની ઘટના સામે આવી છે


આ ઘટનાને પગલે સ્થાનિકો એકત્ર થઈ વિશ્વ હિન્દુ પરિષદને જાણ કરતા વિશ્વ હિન્દુ પરિષદ જામનગર જિલ્લા ઉપાધ્યક્ષ સુબ્રમણ્યમભાઈ પિલ્લે, સૌરાષ્ટ્ર પ્રાંત બજરંગ દળ સયોજક રવિરાજસિંહ જાડેજા, વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા પ્રચાર પ્રસાર સંયોજક કિંજલભાઈ કારસરીયા પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. મંદિરમાં ચૂંટણીબાદ મત ગણતરી પહેલાના દિવસો દરમ્યાન થયેલ તોડફોડ અને ચોરી અંગે લોકોમાં રોષ ફેલાયો છે.જેથી આ અંગે પોલીસને જાણ કરી તાત્કાલિક તોડફોડ કરી તસ્કરી કરનારને ઝડપી પાડવા રજૂઆત કરવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અહેવાલ : સાગર સંઘાણી (જામનગર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here